બજાર » સમાચાર » બજાર

Corona Virus: બીજા વિશ્વ યુદ્ધ પછી પ્રથમ વાર રદ થઈ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ

ના રોજ પ્રકાશિત Thu, 02, 2020 પર 11:49  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોનાવાયરસ સંક્રામણને લીધે આ વર્ષે વિમ્બલ્ડનનો આયોજન નહીં થશે. સેન્કેન્ડ વર્લ્ડ વૉર પછી પહેલી વાર આવું થયું છે જ્યારે વિમ્બલ્ડનનો આયોજન રદ કરવામાં આવ્યું છે. આ સૌથી જૂની ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ છે.


All England clubને બુધવારે આ વર્ષ વિમ્બલ્ડન સેન્પિયનશિપ રદ કરવામાં આવી છે. જ્યારે આ વાતની આશંકા પહેલા થી જ હતી. All England club બુધવારે એક કટોકટી બેઠક બાદ આ નિર્ણય લીવામાં આવ્યો છે. આ વર્ષે વિમ્બલ્ડન આયોજન 29 જૂનથી 12 જુલાઇ સુધી થવા વાળો છે.


ઘણી રમત આયોજન થઇ છે રદ


એના પહેલા વર્ષનો બીજો ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન પણ રદ કરાવામાં આવ્યો છે. અનુમાન છે કે છેલ્લું ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન પણ આ વર્ષ સ્થગિત થઇ શકે છે. કોરોના વાયરસને વધારો સંક્રામણને ધ્યોનમાં રાખીને અમેરિકન ટેનિસ સંધ યુએસ ઓપનને રદ કરવાનું વિચારણા કરી રહ્યું છે.


યુએસ ઓપનનો આયોજન આ વર્ષે 24 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી થઇ શકે છે. એના પહેલા ફ્રેન્ચ ઓપન 20 સપ્ટેમ્બર સુધી મુલતવી કરવામાં આવ્યું હતું. ફ્રેન્ચ ઓપનનો આયોજન 24 મે થી 7 જૂન સુધી યોજાવાની હતી. પરંતુ હવે આ ટૂર્નામેન્ટ 20 સપ્ટેમ્બરથી 4 ઑક્ટોબર સુધી ચાલશે. આ વર્ષમાં થનાર ટોક્યો ઑલિમ્પિક્સને પણ 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે.


All England club પાસે વિના દર્શકોના વિમ્બલ્ડન રાખવાનો વિકલ્પ હતો, પરંતુ ક્લબએ પહેલા જ આ વાત માટે ના પાડી દીધી હતી. ક્લબે કહ્યું છે કે જે લોકો ટિકિટ ખરીદી હતી, તેમના પૈસા પરત કરવામાં આવશે. અને ચેમ્પિયનશિપ 2021 માટે ટિકિટ ખરીદવાની તક આપવામાં આવશે.


બ્રિટનમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 25,150 પર પહોંચી ગઈ છે. આને કારણે અત્યાર સુધી 1789 લોકોનાં મોત થઇ ગઇ છે.