બજાર » સમાચાર » બજાર

Corona Virus updates: ઇટાલીમાં એક દિવસમાં 627 લોકોની મૃત્યુ, ભારતમાં સંક્રામિત લોકોની 250 પહોંચી

ના રોજ પ્રકાશિત Sat, 21, 2020 પર 14:52  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇટાલીમા કોરોના વાયરસથી થવા વાળી મૃત્યુ બંધ નથી થઈ. શુક્રવાર, 19 માર્ચ, ત્યાં 627 લોકો મૃત્યુ પામ્યા છે. આ એક જ દિવસે થયેલા મોતની સૌથી વધુ સંખ્યા છે.


ઇટાલીના કોરોના વાયરસની સૌથી વધુ અસર લોમ્બાર્ડીના ઉત્તરીય ભાગના શહેર બર્ગામો પર પડી રહી છે. શહેરમાં મોટાભાગના વૃદ્ધોની મૃત્યુ થઇ ગઇ છે. હફિંગ્ટન પોસ્ટના જણાવ્યા અનુસાર, તેમની સંખ્યા એટલી વધારે છે કે કેટલાક લોકો મૃત્યુ પહેલા કે પછી એમની તપાસ પણ નથી થઇ રહી.


શું છે ભારકનો હાલ?


શુક્રવારે ભારતમાં કોરોના વાયરસ સંક્રામણના 63 કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં સંક્રામિણ લોકોની સંખ્યા વધીને 250 થઈ ગઈ છે.


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ કહ્યું કે, 14514 વ્યક્તિઓના કુલ 15404 નમૂનાનો સાર્સ કોઇ 2 ને લઇને 20 માર્ચે સાજે 6 વાગે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હીજી સુધી શંકાસ્પદ કેસોમાં અત્યાર સુધીમાં કુલ 250 કેસ સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે.


મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં 32 વિદેશી છે. જેમાં 17 ઇટાલીના, ત્રણ ફિલિપાઇન્સના, બે બ્રિટનના અને કેનેડા, ઇન્ડોનેશિયા અને સિંગાપોરના રહેવાશી છે. એમા હજી સુધી દિલ્હી, કર્ણાટક, પંજાબ અને મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ચાર મોતનો પણ સમાવેશ છે.


વડા પ્રધાનનો સંદેશ


પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને આપેલા સંદેશમાં લોકોને 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ઘરમાં રહેવા માટે કહ્યું છે. કોરોના વાયરસ સંક્રામણે અટકાવ માટે સરકારે પબ્લિક કર્ફ્યુની આ પહેલ કરી છે.


કનિકા કપૂરનો ડર


પ્લેબેક સિંગર કનિકા કપૂરને કોરોના વાયરસથી સંક્રામણ લાગ્યાં બાદ રાજકીય ગલીઓમાં હલચલ મચી ગઈ છે. લંડનથી આવ્યા પછી કનિકા કપૂર લખનઉમાં બે પાર્ટીઓમાં જોડાઈ હતી, જેમાં રાજકીય પક્ષોના ઘણા લોકો હતા.


આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે અને દુષ્યંત સિંહ પણ શામેલ હતા. આ બંનેએ પોતાને સેલ્ફ ક્વોરેન્ટાઇન કરી લીધા છે.


પશ્ચિમ બેંગલનો હાલ


પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસ સંક્રામણનો ત્રીજો કેસ સામે આવ્યો છે. સ્કોટલેન્ડથી પરત આવેલી એક મહિલામાં તેના લક્ષણો જોવા મળ્યા છે.


કેરળ સરકારનો નિર્ણય


કોરોના વાયરસ રોગચાળાનો સંક્રામણ રોકવા માટે, કેરળ સરકારે તેના કર્મચારીઓને બે અઠવાડિયા માટે પાર્ટ ટાઇમ કામ કરવા કહ્યું છે. કેરળના સીએમ પિનરાય વિજને કહ્યું કે જરૂરી સેવાઓને છોડીને બધા કર્મચારીઓને પાર્ટ ટાઇમ કામ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું, દરેક ઓફિસમાં ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D થી 50 ટકા કર્મચારીઓ અલ્ટરનેટ આવશે જેથી કામકાજ પર કોઇ અસર ન પડે.