બજાર » સમાચાર » બજાર

Coronavirus Effect: રેસ્ટોરેન્ટમાં જમવા મળશે હવે પરંતુ ફક્ત Take Away ના દ્વારા

ના રોજ પ્રકાશિત Sat, 23, 2020 પર 15:18  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલ્હીમાં ફરીથી રેસ્ટોરન્ટના દરવાજા ખુલવા લાગ્યા છે પરંતુ ત્યાં બેસીને ખાણી-પીણીની વ્યવસ્થા હજુ પણ નહીં થાય. સુવિધા છે તો ફક્ત જમવાનું ઘરે મંગાવાની. કેવી રીતે ડાઇનિંગ બેસ્ડ રેસ્ટોરેન્ટ સરકારી નિયમોના હિસાબથી બિઝનેસની નવી રીતને અપનાવી રહ્યા છે જોઈએ આ રિપોર્ટમાં.

દિલ્હીના ગ્રેટર કૈલાશના ફેમસ રેસ્ટોરેન્ટ Chungwa અને મિની મુગલમાં રોજના દિવસમાં 3 વાર એન્ટ્રીથી લઈને કિચનના દરવાજા સુધી Santize કરવામાં આવી રહ્યુ છે. જો કોઈ ગ્રાહક Take Away માટે પહોંચે છે તો તેનુ ચોક્કસ પણે  Temperature પણ ચેક કરવામાં આવી રહ્યુ છે. જમવાનું બનાવા વાળા કુક હોય કે પેક કરવા વાળા સ્ટાઉ બધા માટે માસ્ક, હેડ કવર અને દર 10 મિનટમાં હાથ ધોવાના કે સેનેટાઈઝ કરવા જરૂરી છે.

આ સમગ્ર ચેનમાં જે સૌથી મહત્વની વ્યક્તિ છે તે  છે ડિલીવરી, જો તમારા સુધી જમવાનુ પહોંચાડે છે. એવામાં Resturants ડિલેવરી બૉયઝને ખાસ ટ્રેનિંગ આપી રહ્યા છે, એટલે કે કોઈપણ રીતના સંક્રમણથી બચી શકાય.

અનુમાનના મુજબ દિલ્હી-NCR માં 2000 થી વધારે Resturants છે અને તેમાં 80% Resturants ભાડાની જગ્યા છે અને કમાણીના 30% હિસ્સો ભાડામાં આપવો પડે છે. એવામાં ફક્ત ડિલીવરીની પરવાનગીથી ખર્ચ કેટલો નિકળી શકશે, તે કહેવુ મુશ્કેલ છે. પરંતુ હાલમાં Resturants માલિકો પૂરી કોશિશ ગ્રાહકોનો ભરોસો જીતી તેને એકવાર ફરીથી પોતાની સાથે જોડાવા પર છે.