બજાર » સમાચાર » બજાર

Coronavirus Impact: ડેલ્ટા એરને રોક્યા અનેક પ્રોજેક્ટ, 1300 નોકરીઓ પર તલવાર

ના રોજ પ્રકાશિત Fri, 10, 2020 પર 16:43  |  સ્ત્રોત : CNBC-Bajar

ધ ઇકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, કોરોના વાયરસ હુમલો દરમિયાન ડેલ્ટા એરલાઇન્સે તેના ઘણા ટેક્નોલૉજી પ્રોજેક્ટ્સ અટકાવ્યા છે, જેના પગલે યુએસ અને ભારતના કંપનીના આઉટસોર્સિંગ પાર્ટનરની 1300 નોકરીઓ પર તલવાર લટકી ગઇ છે.


ભારત સહિત તમામ દેશોમાં કોરોનાના સંક્રમણસો સોમનો કરવાની જાહેર લોકડાઉનથી પૂરી દુનિયાની એરલાઇન્સ કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે. ઘણી એરલાઇન્સે તેમના કામગીરી સંપૂર્ણ રીતે બંધ કરી દીધી છે અને કેટલીક કંપનીઓ થોડી ઉડાન સંચાલિત કરી રહી છે.


મની કંટ્રોલ સ્વતંત્ર રૂપથી આ સમાચારની પુષ્ટિ નથી કરતું.


ડેલ્ટાએ ટાટા કન્સલ્ટિંગ સર્વિસિસ (ટીસીએસ), કોગ્નિઝન્ટ અને આઈબીએમ જેવી આઈટી કંપનીઓની સાથે ટેકનોલોજી પ્રોજેક્ટ કરાર કર્યા છે.


ડેલ્ટાના પ્રવક્તાએ ધ ઇકોનોમિક્સ ટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું છે કે કંપનીના કારોબાર પર Covid-19 રોગચાળાના પ્રભાવથી સોમનો કરવા માટે ટેક્નોલૉજી પ્રોજેક્ટ્સ અટકાવવાનું કડક પણ અનિવાર્ય પગલું ભર્યું છે.


ટીસીએસના પ્રવક્તાએ ધ ઇકોનોમિક્સ ટાઇમ્સ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમે એરલાઇન્સ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં અમારા ગ્રાહકો સાથે સારો કારોબાર સંબંધ રાખે છે અને અમે આ કોરોના વાયરસ સંકટનો સોમનો કરવા માટે અમારા ગ્રાહકો સાથે કામ કરી રહ્યા છીએ. આ સિવાય અમે કોઈ પણ અતિરિક્ત કસ્ટમર સ્પેશિફિક સૂચના આપવામાં અસમર્થ છીએ.


તેમની વાતચીતમાં ડેલ્ટાના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, કંપનીના ટેક્નોલૉજી પ્રોજેક્ટના કોન્ટ્રાકટરોને અન્ય ગ્રાહકોનું કામ લેવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આઇબીએમ અને congnizantને ઇકોનોમિક ટાઇમ્સ દ્વારાઆ સમાચાર પર કોઇ જવાબ આપવા માટે વિન્તી પર કોઇ પ્રતિક્રિયા નથી આપી.


ધ ઇકોનોમિક્સ ટાઇમ્સને એક સુત્રથી જાણકારી મળી છે કે ડેલ્ટા અને ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપ કેટલાક વિસ્તારોમાં ખૂબ ઓછા વેન્ડર્સ સાથે કામ કરી રહ્યો છે. તેઓએ તેમની લગભગ 90 ટકા સેવાઓ બંધ કરી દીધી છે.