બજાર » સમાચાર » બજાર

Coronavirus impact: COVID-19 ના ઈલાજ માટે NPS સબ્સક્રાઈબર કરી શકે છે આંશિક ઉપાડ

ના રોજ પ્રકાશિત Fri, 10, 2020 પર 18:54  |  સ્ત્રોત : Moneycontrol.com

પેંશન ફંડ રેગ્યૂલેટરી એન્ડ ડેવલપમેંટ અથૉરિટીએ નેશનલ પેંશન સિસ્ટમની હેઠળ સબ્સક્રાઇબરોને COVID-19 ના ઇલાજ માટે આંશિક ઉપાડની મંજૂરી આપી દીધી છે.

9 એપ્રિલ 2020 ના રજુ કરેલ એક સર્કુલરમાં PFRDA એ સ્ટેક હોલ્ડરો અને સબ્સક્રાઇબરોને સંબોધિત કરતા કહ્યુ છે કે ભારત સરકારે COVID-19 ની મહામારી ઘોષણા કરવાના નિર્ણયને ધ્યાનમાં રાખતા COVID-19 ને જીવલેણ સ્વભાવની ક્રિટિકલ ઇલનેસની શ્રેણીમાં રાખવામાં આવેલ છે.

તેને ધ્યાનમાં રાખતા PFRDA સબ્સિક્રાઇબરોએ આ રોગ પર આવવાળા ઇલાજના ખર્ચ માટે NPS થી આંશિક ઉપાડની મંજૂરી આપી રહ્યા છે. આ સુવિધા સબ્સક્રાઇબરના માન્ય પત્ની, બાળકો, કાયદાના આધારિત દત્તક લેવાયેલા બાળકો અને માતા-પિતાની સારવાર માટે પણ લાગુ થશે. આ સુવિધાનો લાભ લેવા માટે અરજી કરવા માટે સબ્સક્રાઈબરને મેડિકલ સર્ટિફિકેટની સાથે ઔપચારિક અરજી કરવી પડશે.

તમને જણાવી દઈએ કે NPS કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીઓ, સ્વાયત્ત સંસ્થાઓ, વ્યક્તિગત કરદાતાઓ અને પ્રાઇવેટ કંપનીઓના કર્મચારીઓ માટે PFRDA દ્વારા સંચાલિત એક ફ્લેગશિપ પેંશન સ્કીમ છે.