બજાર » સમાચાર » બજાર

Coronavirus Impact: કંપનીઓનો સવાલ, પગાર આપવા માટે પૈસા ક્યાંથી લાવે

ના રોજ પ્રકાશિત Thu, 02, 2020 પર 17:49  |  સ્ત્રોત : CNBC-Bajar

મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય કે નાના ઇન્ડસ્ટ્રીઝ, હાલમાં તેમની પરિસ્થિતિ એક જેવી છે. સરકારે કહ્યું છે કે જો લોકડાઉનને કારણે કામ બંધ છે તો પણ કોઇનો પગાર નહીં રોકાશે. પરંતુ કંપનીઓ માટે મુશ્કેલ છે કે તેઓ પગાર ક્યાથી લાવે. કોરોના વાયરસના વધતા સંક્રામણ અને લોકડાઉનને કારણે છેલ્લા ઘણા દિવસથી કંપનીઓની આવક શૂન્ય થઇ ગઇ છે.


ઇન્ડસ્ટ્રીઝ સતત કહી રહી છે કે તેમને આર્થિક મદદની જરૂર છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, ઇન્ડસ્ટ્રીઝ વિશે જાણકારી રાખવા વાળા લોકોનું કહેવુ છે કે લેબર મિનિસ્ટ્રી અનએપ્લૉયમેન્ટ લાભ વધારવાની તૈયારીમાં છે.


સાથે જ ઇન્ડસ્ટ્રીઝ એ પણ પુછે છે કે સરકાર દ્વારા પગારને લઇને જો નિર્દેશ આપ્યું છે શું તેની પાછળ કોઈ કાનૂની માન્યતા છે? ઉદાહરણ તોર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આવી કોઈ કાનૂની માન્યતા નથી.


લોકડાઉનને કારણે કામદારોની અછત છે. આવામાં સરકારનું કહેવુ છે કે, જો કોઈ કામ ચાલતું નથી, તો પણ મજૂરોનું આવક રોકવામાં ન આવે. કેટલીક પ્રોડ્કટ કેટેગરીમાં મજૂરના અભાવને કારણે, સપ્લાય પણ ડિસ્ટર્બ પણ થઈ ગઇ છે.


સરકારની આ સૂચના પર મોટાભાગની કંપનીઓ કહે છે કે તેઓ આ સંકટ ઉપર બે વાર માર પડી રહી છે. એક તરફ તેમનું કામ બંધ છે, તો બીજી તરફ કામદારોનો પગાર આપવાનો ભાર છે. આવા સ્થિતિમાં કંપનીઓ પૂછે છે કે તેમને પગાર ચૂકવવા પૈસા ક્યાંથી આવશે.