બજાર » સમાચાર » બજાર

Coronavirus Impact: RBIના મની માર્કેટનું ટાઇમિંગ ઘટાડીને 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી

ના રોજ પ્રકાશિત Fri, 03, 2020 પર 17:56  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસના સંક્રામણ પર કાબૂ મેળવવા માટે દેશમાં 21 દિવસનો લોકડાઉન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં આરબીઆઈએ મની માર્કેટમાં ઉતાર-ચઢાવ પર કાબૂ મેળવવા માટ મની માર્કેટનું ટાઇમિંગ ઘટાડેયો છે.


7 એપ્રિલ, 2020 એટલે કે મંગળવારથી 17 એપ્રિલ, શુક્રવાર સુધી બજારમાં નવા ટાઇમિંગ અનુસાર કામ કરશે. આરબીઆઈએ મોટાભાગના મની માર્કેટનું ટાઇમ ઘટાડીને 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી ઘટાડ્યો છે. હમણાં સુધી મની માર્કેટમાં સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધીનો કારોબાર થતો હતો.


10 વાગ્યાથી 2 વાગ્યા સુધી આ થશે કારોબાર


કોલ / નોટિસ / ટર્મ મની


સરકારી સિક્યોરિટીઝમાં માર્કેટ રેપો


સરકારી સિક્યોરિટીઝમાં ટ્રાઇ પાર્ટી રેપો


કોમર્શિયલ પેપર અને સિક્યોરિટીઝ ઓફ ડિપોઝિટ


કોર્પોરેટ બોન્ડમાં રેપો


સરકારી સિક્યોરિટીઝ


વિદેશી ચલણ / ભારતીય રૂપિયા


ફોરેક્સ ડેરિવેટિવ્ઝ સહિતના ટ્રેડ (મોટા સ્ટોક એક્સ્ચેંજ પર જે ટ્રેડ થઇ રહ્યા છે એના છોડિને)


રૂપિયામાં વ્યાજ દર વાળા ડેરિવેટિવ્સ


આઈરબીઆઈએ કહ્યું છે કે બજારમાં એક્ટિવિટી ઓછી થવાને કારણે માર્કેટના વિક્વિડિટી પર એની અસર થઇ રહી છે. એનાથી બજારમાં ઉતાર-ચઢાવ વધ્યો છે. આ જોખમને ઓછું કરવા માટે જ મની માર્કેટનું ટાઇમિંગ ઓછું કરવાનું નિર્ણય લીધો છે. આરબીઆઈનું કહેવું છે કે ગ્રાહકો માટે બેન્કિંગ સર્વિસેઝનું ટાઇમિંગ પહેલા જેવું રહેશે. એમના માટે RTGS, NEFT, ના સર્વિસ તેવી જ મળતી રહ્સે જેમ હાલમાં ચાલી રહી છે.