બજાર » સમાચાર » બજાર

Coronavirus India Updates: દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1.2 લાખની આસપાસ, દુનિયામાં 50 લાખની પાર

ના રોજ પ્રકાશિત Sat, 23, 2020 પર 11:43  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં લગાતાર વધારો થઈ રહ્યો છે. યૂનિયન હેલ્થ મિનિસ્ટ્રીના મુજબ દેશભરમાં કોરોના પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા 1,25,101 થઈ ગઈ છે. ભારતમાં અત્યાર સુધી 3720 લોકોની મૃત્યુ થઈ છે. દેશભરમાં કોરોનાનો સામનો કરવા માટે લાગૂ કરેલા લૉક્ડાઉનનો 60 મો દિવસ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હીમાં કોરોનાના સૌથી વધારે કેસ છે.

દુનિયા પર નજર કરીએ તો COVID-19 ના કેસ 52 લાખની પાર જતા રહ્યા છે. અત્યાર સુધી કોરોનાના લીધેથી 3.38 લાખ લોકોની મૃત્યુ થઈ ગઈ છે. અમેરિકા, રૂસ, બ્રાઝિલ, ઈંગ્લેન્ડ અને સ્પેન દુનિયાના સૌથી વધારે કોરોના પ્રભાવિત દેશ છે.

11:34 AM

Lancet journal માં પ્રકાશિત એક નવા રિસર્ચ રિપોર્ટના મુજબ COVID-19 ના પહેલા વેક્સિન પોતાના ફેઝ વનના ક્લનિકલ ટ્રાયલમાં સુરક્ષિત મળી છે અને તેના પરિણામમાં પણ ઘણા સારા રહ્યા છે.

પુણેમાં આ રીતેના ઘણા કેસ આવ્યા છે જેમાંથી લોકોને આ ગલતફેમીના લીધેથી પોતાના પાળીતા કુતરા અને અન્ય જાનવરોને રસ્તા પર છોડી દીધા છે કે તેના લીધેથી કોરોના સંક્રમણ ફેલાય શકે છે. આ લાવારિસ છોડેલા કુતરાની સુરક્ષા માટે ઘણા બધા લોકો સામે આવ્યા છે. લગભગ 50 લોકોની એક ટીમ આવા જાનવરોની દેખભાળ અને સુરક્ષા કરી રહી છે.


કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશભરમાં લૉકડાઉનના દરમ્યાન રાજ્યમાં સાઈબર ક્રાઈમમાં આવેલા ઉફાનનો હવાલો આપતા મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખે શનિવારના ચેતવણી આપતા કહ્યુ કે આ રીતના આપરાધિક ગિતિવિધીમાં સંલગ્ન લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હોમ મિનિસ્ટરે આગળ કહ્યુ કે મહારાષ્ટ્ર સાઈબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ અત્યાર સુધી સાઈબર ક્રાઈમના 410 કેસ દર્જ કરી ચુક્યા છે અને તેની સાથે જોડાયેલા 213 લોકોની ઘરપકડ કરી છે.

મણિપુરના મુખ્યમંત્રી એ બિરેન સિંહે કહ્યુ છે કે મણિપુરમાં બીજા રાજ્યો અને વિદેશોથી પરત આવવાળા લોકોને અનિવાર્ય રૂપથી ક્વોરનટાઈન થવુ પડશે. જો તે એવુ નહીં કરે તો તેની ઘરપક્ડ કરીને જેલમાં નાખી દેવામાં આવશે.

સરકારની સંશોધિત એડવાઈઝરીમાં નૉન Covid-19 હોસ્પિટલો, કંટન્ટમેન્ટ ઝોનમાં કામ કરવા વાળા ફ્રંટ લાઈન કર્મચારીઓ અને અર્ધસૈનિક બળો અને પોલિસ કર્મચારીઓ માટે hydroxychloroquine ને પ્રિવેંટિવ મેડિસનના રૂપમાં ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

મધ્યપ્રદેશ સરકારે સૂચિતમાં કર્યુ છે કે દેશભરમાં લૉકડાઉનના લીધેથી ફંસાયેલા મધ્યપ્રદેશના 5 લાખ મજૂરોને મધ્યપ્રદેશ પાછા લાવવામાં આવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના કેસ દર દિવસે નવો રેકૉર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકોમાં દેશભરમાં કોરોના વાયરસના આશરે 6600 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં સંક્રમણના કુલ કેસ વધીને 1,25,101 પહોંચી ગઈ છે. આ મહામારીના લીધેથી શુક્રવારના દેશભરમાં 137 લોકોની મૃત્યુ થઈ ગઈ છે. તેની સાથે આ બીમારીથી મરવા વાળાની સંખ્યા વધીને 3720 થઈ ગઈ છે.

શુક્રવારના ફક્ત એકલા મહારાષ્ટ્રમાં 3000 નવા કેસ રજિસ્ટર થયા છે. કોઈ એક દિવસમાં વધવા વાળો આ સૌથી મોટો આંકડો છે. મહારાષ્ટ્રમાં કુલ કેસ વધીને 44000 થી વધારે થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 63 અને ગુજરાતમાં 29 લોકોની મૃત્યુ થઈ છે. ભારતમાં આ મહામારીથી મરવા વાળાના દર 3.13 ટકાથી ઘટીને 3.02 ટકા પર આવ્યો છે.

હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યુ, "અમે દેશને Covid-19 થી થવા વાળી મૃત્યુથી બચાવા છે." દેશમાં હજુ કોરોના વાયરસ સંક્રમણના કુલ એક્ટિવ કેસ 69597 છે. તેમાં સારી વાત એ છે કે તેમાંથી અત્યાર સુધી 50000 થી વધારે લોકો સ્વસ્થ થઈ ગયા છે.

કોણ છે સૌથી આગળ?

44000 કેસોની સાથે મહારાષ્ટ્ર સૌથી ઊપર છે. ત્યાર બાદ બીજા નંબર પર તમિલનાડુ છે જ્યાં 25000 કેસ રજિસ્ટર થયા છે અત્યાર સુધી 1500 થી વધારે લોકોની મૃત્યુ થઈ છે. જ્યારે ત્રીજા દિવસે તમિલનાડુમાં 700 થી વધારે કેસ સામે આવ્યા છે. શુક્રવારના 786 કેસ જોડાયેલાની સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 14753 થઈ ગઈ છે.