બજાર » સમાચાર » બજાર

Coronavirus Lockdown: ગુજરાતમાં કામગારોને નોકરીથી હટાવા કે સેલરી ના આપવા પર એક વર્ષની સજા

ના રોજ પ્રકાશિત Fri, 03, 2020 પર 11:10  |  સ્ત્રોત : Moneycontrol.com

ગુજરાત સરકારે રાજ્યના ફેક્ટરી માલિકોને ચેતવણી આપી છે કે જો તેઓ લોકડાઉન દરમિયાન તેમના કર્મચારીઓને પગાર નહીં ચૂકવે તો તેઓને જેલ પણ જવું પડી શકે છે. ગુજરાત સરકારના અધિકારીઓએ જણાવ્યું કે જો કોઈ ફેકટરી માલિક લોકડાઉનમાં કામ બંધ થવાને કારણે કર્મચારીઓનો પગાર કાપે છે અથવા કોઇને પમ નોકરી માંથી કાળી મુકાય છે, તો તેને એક વર્ષની જેલની સજા થઈ શકે છે.


ગુરુવારે 2 એપ્રિલ રાજ્ય સરકારે આ કેસમાં એક નોટિફિકેશન જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ઑફિસના સેક્રેટરી અશ્વની કુમારે કહ્યું કે આ નોટિફિકેશનથી ફેક્ટરીમાં કામ કરતા 18 લાખ મજદૂરો, રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટરોના 25 લાખ મજૂરો અને દુકાનમાં કામ કરતા 12 લાખ કર્મચારીઓને રાહત મળી છે.


કુમારે કહ્યું, લોકડાઉનના સમયે કોઇ પણ માલિક અથવા કંપની કર્મચારીઓ અથવા મજૂરોને છન્ટની નહીં કરી શકશે. કંપનીઓએ તેમને સમયસર અને સંપૂર્ણ પગાર ચૂકવવો પડશે. જે લોકો તેને નહીં સ્વીકારશે, તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવી પડશે.


તેમણે કહ્યું કે આ દરમિયાન ઘરોથી કામ કરનારા લોકોને પણ સંપૂર્ણ પગાર મળવો જોઈએ. લોકડાઉન દરમિયાન તેમને નોકરીથી નહીં કાળવામાં આવે.


એક અધિકારીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 હેઠળ એક વર્ષની સજા થઈ શકે છે જ્યારે તેમના કામદારોને નોકરીથી કાળવા અથવા પગાર નથી આપતા.


ગુજરાત સરકારે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે લોકડાઉન બાદ રાજ્યથી અમારૂ હજારો પ્રવાસિઓ મજૂરો ઘરે પરત ફરી રહ્યા છે.