બજાર » સમાચાર » બજાર

Coronavirus News India Live Updates: ઇંદોરમાં કોરોના સંક્રમણના 17 નવા કેસ, એમપીમાં કુલ 66 લોકો સંક્રમિત

ના રોજ પ્રકાશિત Tue, 31, 2020 પર 09:55  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતમાં કોરોના વાયરસ ઝડપથી વધતો જઈ રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિત મરીઝોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 1251 લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થઈ ગયુ છે. જે માંથી 102 લોકો સ્વસ્થ થઈને ઘરે ચાલી ગયા છે. તેમાં 49 વિદેશી નાગરિક છે. અત્યાર સુધી કોરોના વાયરસથી 32 લોકોની મૃત્યુ થઈ ચુકી છે. દુનિયાભરના અધિકતર દેશ લૉકડાઉન ધોષિત કરી ચુક્યા છે. સમગ્ર દુનિયામાં 20000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.


11.20 AM

અમેરિકા કંપની જૉનસન એન્ડ જૉનસન (Johnson & Johnson) એ દાવો કર્યો છે કે તેને કોરોના વાયરસની રસીની શોધ કરી લીધી છે. આ વર્ષે સપ્ટેમ્બર મહીનામાં લોકોની ઊપર ટેસ્ટ કરવામાં આવી શકે છે. કંપનીએ ઉમ્મીદ જતાવી છે કે આવતા વર્ષ સુધીમાં તેનો મુશ્કેલીમાં ઉપયોગ કરી શકાશે.

10.20 AM

યૂપીના સીએમની કોશિશ

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ તેના બધા પ્રાઇવેટ હોસ્પિટલો તરત ખોલવાનો આદેશ આપ્યો છે જે લૉકડાઉનને કારણે બંધ છે. તેના પર હોસ્પિટલના માલિકોનું કહેવુ છે કે લૉકડાઉનના ચાલતા સ્ટાફ નથી આવી શકતો. જો કે હોસ્પિટલ બંધ છે. જ્યારે હોસ્પિટલ અતિઆવશ્યક સર્વિસની હેઠળ આવે છે. રાજ્ય સરકારે બધા જિલ્લાના જિલ્લાઅધિકારીઓને એક આદેશ રજુ કર્યો છે કે જો પ્રાઇવેટ હોસ્પિટલ ના ખોલવામાં આવ્યા તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

10.10 AM

ઇટલી (Italy) માં કોરોનાવાયરસ (Coronavirus) સંક્રમણના લીધેથી ગત 24 કલાકોમાં 812 લોકોની મૃત્યુ થઈ ચુકી છે. Civil Protection Agency ના મુજબ, ગત બે દિવસોમાં આ સંખ્યા ઓછી થઈ હતી પરંતુ ફરી તેમાં વધારો થઈ ગયો. જો કે આ સમય દરમ્યાન સારી વાત એ છે કે નવા કેસોમાં ઘટાડો આવ્યો છે. ગત 24 કલાકોના દરમ્યાન ઇટલીમાં 4050 લોકો જ કોરોના પૉઝિટિવ થયા છે. તે 17 માર્ચની બાદ સૌથી ઓછા છે. ઇટલીમાં હજુ કુલ 101739 લોકો કોરના (Covid-19) પૉઝિટિવ છે.

ઇટલીમાં સંક્રમણ પર સંપૂર્ણ રીતે કાબૂ પામવા માટે લૉકડાઉનને 12 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યુ છે. કોરોનાવાયરસ સંક્રમણના લીધેથી ઇટલીમાં અત્યાર સુધી કુલ 11591 લોકોની મૃત્યુ થઈ છે.

10.00 AM

મહારાષ્ટ્રમાં Covid-19 ના 5 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના પાંચ નવા કેસ સામે આવ્યા છે અને તેની સાથે રાજ્યમાં મંગળવારના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 225 થઈ ગઈ. સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યુ કે આ નવા કેસ માંથી બે કેસ પુણેના, બે બુલ્ઢાના અને એક કેસ મુંબઈનો છે.

9.50 AM

મધ્યપ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમણથી 5 ની મૃત્યુ

મધ્યપ્રદેશમાં ઈંદોરમાં 49 વર્ષિય મહિલાના સોમવારે રાત્રે જીવ ગુમાવ્યાની બાદ રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની મૃત્યુની સંખ્યા વધીને 5 પર પહોંચી ગઈ છે. તેમાંથી ત્રણ ખાલી ઈંદોર શહેરના રહેવાસી હતા જેમાંથી બે ના મૃત્યુ છેલ્લા 24 કલાકમાં થયા.

9.40 AM

કોરોના વાયરસથી જંગ: મદરસા શિક્ષકોએ કર્યુ એક દિવસનો પગાર આપવાની જાહેરાત

Coronavirus સંક્રમણની રોકથામ માટે લૉકડાઉનની વચ્ચે ગરીબોની મદદ માટે ઉત્તર પ્રદેશના મદરસા શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર આપવાની જાહેરાત કરી છે.

ટીચર્સ એસોસિએશન મદારિસે અરબિયા ઉત્તર પ્રદેશના મહામંત્રી દિવાન સાહેબ જમા ખાએ મદરસા બોર્ડના રજિસ્ટ્રારને સોમવારના મોકલેલા પત્રમાં કહ્યુ છે ``દેશ આ સમયે કોરોના મહામારીની રોકથામ માટે સંધર્ષ કરી રહ્યો છે. સંકટના આ સમયમાં મદરસા શિક્ષક અને અન્ય કર્મચારી દેશવાસીઓની સાથે ઉભા છે.``


9.30 AM

જાણો ક્યા પ્રદેશમાં કેટલા કોરોના સંક્રમિત દર્દીઓ

દિલ્હી - 87 જેમાં વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે
હરિયાણા - 36
કેરળ - 202 જેમાં 8 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.
રાજસ્થાન - 59 જેમાં 2 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.
તેલંગાણા - 71 જે માંથી 10 વિદેશી નાગરિક છે.
ઉત્તર પ્રદેશ - 82 જે માંથી 1 વિદેશી નાગરિક છે.
લદાખ - 13
તમિળનાડુ - 67 જે માંથી 6 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.
જમ્મુ કાશ્મીર - 48
પંજાબ - 38
કર્ણાટક - 83
મહારાષ્ટ્ર - 198 જેમાં 3 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.
આંધ્રપ્રદેશ - 23
ઉત્તરાખંડ - 7 જેમાં 1 વિદેશી નાગરિક છે.
ઓડિશા - 3
ગુજરાત - 69, જેમાં 1 વિદેશી નાગરિક છે.
પોંડ્ડિચેરી - 1
ચંદીગઢ - 8
મધ્યપ્રદેશ - 47
હિમાચલ પ્રદેશ -3
બિહાર - 15
મણિપુર - 1
મિઝોરમ -1
ગોવા - 5, જેમાં 1 વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે.
આંડોમાન નિકોબાર - 9