બજાર » સમાચાર » બજાર

Coronavirus News India LIVE Updates: સરકારે 20 વર્તમાન અને 22 સંભવિત Hotspots ની ઓળખ કરી

ના રોજ પ્રકાશિત Thu, 02, 2020 પર 10:43  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશમાં કોરોના વાયરસ કેસ બુધવારે વધીને 1800 થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 1834 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 437 થી વધુ કેસ સામે આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં આવ્યો હતો. કુલ 1834 કેસો માંથી 1649 એક્ટિવ છે. અત્યાર સુધીમાં 143 લોકો આ ખતરનાક સંક્રામણથી સાજા થયા છે. તો લગભગ 41 લોકોનાં મોત થઇ ગઇ છે. દેશમાં 51 વિદેશી નાગરિકો કોરોના વાયરસથી સંક્રામણ છે.


2.10 PM

સરકારે 20 વર્તમાન અને 22 સંભવિત હૉટસ્પૉટની ઓળખ કરી છે. તેનો મતલબ એ છે કે આ વિસ્તારોમાં કોરોના વાયરસ સંક્રમણની આશંકા સૌથી વધારે છે. તેની પહેલા સરકારે 10 હૉટસ્પૉટની ઓળખ કરી હતી.

1:45 PM

કોરોનાવાયરસના સંક્રમણ તેજીથી વધતા જઈ રહ્યા છે. આવ વાળા દિવસોમાં હાલાત વધારે ખરાબ થઈ શકે છે. તેને ધ્યાનમાં રાખતા સરકારે યુદ્ધસ્તર પર તૈયારી કરી ચુકી છે. એરફોર્સ ટ્રાંસપોર્ટ ફ્લીટને એક્ટિવેટ કરી દીધી છે એટલે દેશના અલગ-અલગ વિસ્તારોમાં ખાણી-પીણીની વસ્તુઓ અને દવાઓ જેવી જરૂરી વસ્તુઓ પહોંચડવામાં મદદ મળી શકે. ભારત સરકારે વૉરશિપને પણ તૈયાર રાખ્યુ છે ક્યારે પણ મોકો મડવા પર તેનો ઉપયોગ કરી શકાય. ડિફેંસ મિનિસ્ટર રાજનાથ સિંહે સેનાના રિટાયર જવાનોને પણ તૈયાર કરી લીધા છે. એરફોર્સના એક્ટિવેટ કરવામાં આવ્યા છે એટલે જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ, મણિપુર અને નાગાલેન્ડમાં મેડિકલ સપ્લાઈ પહોંચાડી શકાય. લેન્ડ ટ્રાંસપોર્ટેશનમાં મુશ્કેલીને જોતા સરકારે આ પગલા ઉઠાવ્યા છે.

11:30 AM

ઉત્તર કોરિયાનો દાવો, તે કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત

ઉત્તર કોરિયાના એક વરિષ્ઠ સ્વાસ્થય અધિકારીએ દાવો કર્યો કે તેનો દેશ કોરોના વાયરસ સંક્રમણથી પૂરી રીતે મુક્ત છે. ઉત્તર કોરિયાએ તે દાવો એવા સમયે કર્યો છે જ્યારે દુનિયાભરમાં સંક્રમણના કેસ આશરે 10 લાખ પહોંચી ગયા છે.

10:45 AM

ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા 2000 ની નજીક, 50 લોકોની મૃત્યુ

10:15 AM

ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મળા સીતારામને કહ્યુ કે કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા સરકારે થર્ડ પાર્ટી ઑટો ઈન્શ્યોરન્સ પૉલિસી હોલ્ડર્સ અને હેલ્થ ઈંશ્યોરન્સ પૉલિસી હોલ્ડર્સને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.


10:12 AM


હરિયાણામાં કોરોના વાયરસને કારણે પ્રથમ મોત થઇ ગઇ છે.


10:10 AM


કોરોના વાયરસ સંક્રામણને લીધે આ વર્ષે વિમ્બલ્ડનનો આયોજન નહીં થશે. સેકેન્ડ વર્લ્ડ વૉર પછી એવું પહેલી વાર થયું છે જ્યારે વિમ્બલ્ડનનો આયોજન રદ કરવામાં આવ્યું છે. તે સૌથી જૂની ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ છે. All England club બુધવારે જાહેરાત કરી છે કે આ વર્ષે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ રદ કરવામાં આવી રહી છે. જોકે આની વાતની આશંકા પહેલીથી હતી. All England club બુધવારે એક કટોકટીની બેઠક બાદ એક નિર્ણય લીધો છે. આ વર્ષે વિમ્બલ્ડનનું આયોજન 29 જૂનથી 12 જુલાઈ સુધી થવાનું હતું.


10:00 AM


યુએસમાં થઇ મોતનો આ આંકડો ઇટાલી અને સ્પેન કરતા વધારે નથી, તેમ છતાં ચીનમાં નોંધાયેલા મોતની સંખ્યા 3316 કરતા વધારે છે જ્યાં કોરોના વાયરસ નામનો રોગચાળા સૌથી પહેલીવાર ડિસેમ્બરમાં થયો હતો. Johns Hopkins ના મતે યુએસમાં આ સમય 215417 કોરોના કેસ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.