બજાર » સમાચાર » બજાર

Coronavirus News India Live Updates: નોએડા, ગાઝિયાબાદ સહિત યૂપીના 15 જિલ્લા સીલ રહેશે

ના રોજ પ્રકાશિત Wed, 08, 2020 પર 09:46  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશમાં કોરોના વાયરસ તેજીથી વધતો જઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે. અત્યાર સુધી તેનો આંકડો 1000 ની પાર કરી ગયો છે. હેલ્થ મિનિસ્ટ્રીના મુજબ 4789 લોકો સંક્રમિત છે. 124 લોકોની મૃત્યુ થઈ ચુકી છે. ગ્લોબલ લેવલ પર આ 14.2 લાખ લોકોને કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યાં દુનિયા ભરમાં કોરોના વાયરસથી 82000 લોકોની મૃત્યુ થઈ ગઈ છે.


2:30 PM

ઉત્તર પ્રદેશના 15 જિલ્લાને લૉક કરવામાં આવશે. તેમાં નોએડા, ગાઝિયાબાદ, મેરઠ, લખનઉ, આગરા, શામલી અને સહારનપુરનો સમાવેશ થાય છે. ચીફ સેક્રેટરી આરકે તિવારીએ કહ્યુ કે આ વિસ્તારોમાં ખાલી હોમ ડિલીવરી અને મેડિકલ ટીમને જ પરવાનગી આપવામાં આવશે.

1:30 PM

કોરોનાવાયરસના સંક્રમણથી મહારાષ્ટ્રની સૌથી ખરાબ સ્થિતી છે. બુધવારના મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ એક પ્રેસ કૉન્ફ્રેન્સમાં કહ્યુ કે તે લગાતાર બધા મંત્રાલયોના સંપર્કમાં છે. તેમણે કહ્યુ, "મહારાષ્ટ્રમાં પહેલો કેસ મળ્યાની બાદથી જ ટીમ વર્કની જેમ કામ કરી રહ્યા છે. કોરોનાવાયરસના સંક્રમણ સતત વધી રહ્યા છે."

12:30 PM

જૉન હૉપકિન્સ યૂનિવર્સિટીના કોરોના વાયરસ રિસોર્સ સેંટરના મુજબ, અમેરિકામાં આશરે 4 લાખ Covid-19 પૉઝિટિવ કેસ છે. અમેરિકામાં અત્યાર સુધી 12800 લોકોની મૃત્યુ થઈ ગઈ છે.

12:12 PM

દિલ્હીમાં કોરોનાવાયરસના 51 ના નવા કેસ સામે આવ્યા છે. તેનાથી 35 ના ટ્રેવલ હિસ્ટ્રી છે જ્યારે 4 નિઝામુદ્દીનના તબલીગી જમાતના મરકઝમાં શામિલ થયા હતા. દિલ્હીમાં હવે કોરોનાવાયરસ સંક્રમણના કેસ વધીને 576 થઈ ચુક્યા છે.

11:30 AM

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે આજ 1:30 વાગ્યે રાજ્યને સંબોધિત કરશે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે.


10:30 AM

બિહારમાં મંગળવારના છ લોકોને કોરોના વાયરસથી સંક્રમિત મળ્યાની સાથે જ પ્રદેશમાં Covid-19 ના દર્દીઓની સંખ્યા વધીને 38 થઈ ગઈ. આ વચ્ચે મુખ્યમંત્રી નીતીશ કુમારે આ બીમારીથી બહાર નિકળવા વાળા લોકોને અભિનંદન અને શુભકામનાઓ આપી છે. બિહાર સ્વાસ્થય વિભાગના પ્રધાન સચિવ સંજય કુમારે કહ્યુ કે સીવાનમાં પશ્ચિમ એશિયાની યાત્રાથી પરત આવેલા એક Covid-19 રોગીના સંપર્કમાં આવવાથી તેના પરિવારની ત્રણ મહિલાઓ અને 1 પુરૂષ સંક્રમિત થયેલા મળ્યા. તેના સિવાય બેગુસરાયમાં 15 અને 16 વર્ષના બે છોકરાઓ કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે.

10:16 AM

તમિલનાડુ: મદુરેમાં કોરોના વાયરસ મહામારીના દરમ્યાન મદુરે કૉરપોરેશન ત્યાંના લોકોને 100 રૂપિયામાં 14 શાકભાજીઓનું એક ખાસ પેકેટ આપી રહી છે. આ પેકેટ લેવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે જે સામાજિક દૂરીના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.

10:00 AM

ઉત્તર પ્રદેશ સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ છે કે યૂપીના બધા શહેરોને સેનેટાઈઝ કરવામાં આવે. તેના માટે સીએમ યોગીએ 90 ફાયર બ્રિગેડની ગાડીઓ લગાવામાં આવશે. જેમાં હાલ 56 ગાડીઓને રવાના કરવામાં આવશે.


09:50 AM

રાજસ્થાનના હેલ્થ ડિપાર્ટમેન્ટે કહ્યુ કે બીકાનેર, બાંસવાડા અને જયપુરમાં 5  વધુ લોકોના પૉઝિટિવ આવ્યાની બાદ રાજસ્થાનમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 348 થઈ ગઈ છે.

09:45 AM

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે બપોરે 12 વાગ્યે કોરોના વાયરસને લઈને દિલ્હીના બધા સાંસદો (રાજ્યસભા અને લોકસભા બન્ને)ની સાથે વીડિયો-કૉન્ફ્રેસિંગ દ્વારા એક બેઠક કરશે.

09:30 AM

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યુ છે કે તબલીગી જમાતના 50-60 લોકો પોતાના ફોન સ્વિચ ઑફ કરીને ફરાર થઈ ગયા છે. તેની તલાશ ઝડપી થઈ રહી છે.

09:20 AM

શબ-એ-બારાત પર દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેજલએ દિલ્હી વાસિયોને અપીલ કરી છે કે લોકો પોતાના ઘરેથી બહાર ન નિકળે. લોકો પોતાના પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરે. બધા લોકોએ તેવા વ્યવહારથી બચવુ જોઈએ જે કોરોના વાયરસથી લડવાના સુરક્ષા દિશાનિર્દેશોની સાથે સમજોતા કરતા હોય.

09:00 AM

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે બધી પાર્ટીના નેતાઓની સાથે અલગ-અલગ વીડિયો કૉન્ફ્રેસિંગના દ્વારા મીટિંગ કરશે. તેમાં કોરોના વાયરસ અને લૉકડાઉન પર વાતચીત થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં સીએમ યોગીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ મીટિંગ થશે. આ વિડિયો કૉન્ફ્રેંસિંગના દ્વારા થશે. તેમાં કેન્દ્રની રીતે વિધાયક નિધિ અને વિધાયકોના વેતનમાં કપાતના પ્રસ્તાવ પર ચર્ચાની સંભાવના જતાવામાં આવી રહી છે.

જાણો ક્યા પ્રદેશમાં કેટલા છે કોરોના સંક્રમિત દર્દીઓ

આંધ્રપ્રદેશમાં - 266

આંદામાન નિકોબાર - 10

અરુણાચલ પ્રદેશ - 1

આસામ - 26

બિહાર - 32

ચંદીગઢ - 18

છત્તીસઢ - 10

દિલ્હી - 576

ગોવા - 7

ગુજરાત - 165

હરિયાણા - 90

હિમાચલ પ્રદેશ - 13

જમ્મુ કાશ્મીર - 116

ઝારખંડ - 4

કર્ણાટક - 175

કેરળ - 327

લદાખ - 14

મધ્યપ્રદેશ - 229

મહારાષ્ટ્ર - 868

મણિપુર - 2

મિઝોરમ - 1

ઓડિશા - 42

પોંડિચેરી - 5

પંજાબ - 91

રાજસ્થાન - 288

તમિલનાડુ - 621

તેલંગણા - 364

ઉત્તરાખંડ - 31

ઉત્તર પ્રદેશ - 305

પશ્ચિમ બંગાળ - 91

વિશ્વના અન્ય દેશોમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં - 3,98,185 કેસ નોંધાયા છે.

સ્પેન - 1,41,942 કેસ

ઇટાલી - 1,35,586 કેસ

જર્મની - 1,07,663 કેસ

ફ્રાન્સ - 1,10,070 કેસ

બેલ્જિયમ - 22,194 કેસ

ઑસ્ટ્રેલિયા - 12,639 કેસ

પોર્ટુગલ - 12,442

સ્વીડન - 7,693

ચાઇના - 82,718 કેસ

ઈરાન - 62,589 કેસ

યુકે - 55,949 કેસ

તુર્કી - 34,109 કેસ

સ્વિટ્ઝર્લેન્ડ - 22,253 કેસ

આ બધા આંકડાઓ Johns Hopkins University Coronavirus Resource Center માંથી લેવામાં આવ્યા છે.