બજાર » સમાચાર » બજાર

Coronavirus Pandemic: બીએમસીએ બનાયા COVID-19 પ્રભાવિત વિસ્તારોનું GIS MAP

ના રોજ પ્રકાશિત Thu, 02, 2020 પર 17:14  |  સ્ત્રોત : CNBC-Bajar

બૃહનમુંબાઈ મહાનગર પાલિકાએ 2 એપ્રિલે તેમની વેબસાઇટ પર મુંબઇના કોવિડ -19 પ્રભાવિત વિસ્તારોના GIS MAPને બહાર પાડ્યું છે. બે દિવસ પહેલા BMC એ મુંબઈ શહેરોના કોરોના વાયરસથી પ્રભાવિત વિસ્તારોના GIS MAPingની જાહેરાત કરી હતી. તે જ સમયે આ રોગચાળાનો સામનો કરવા એક વાર રૂમ બનાવાની ઘષણા પણ કરી છે.


બીએમસી કહે છે કે આ મેપ દ્વારા કોરોના પ્રભાવિત વિસ્તારોથી પ્રીકોસન્સ લઇ શકે છે. આ ઉપરાંત આ મેપ દ્વારા આ વિસ્તારોમાં આવા-જાવા વાળા લોકો કોરોનાથી બચવા માટે જરૂરી સાવચેતી રાખી શકશે.


બીએમસીના સિવિક ચીફ પ્રવીણ પરદેશીએ કહ્યું હતું કે બીએમસી વેબસાઇટ પર તે વિસ્તારોમાં મેપ જાહેર કરવામાં આવશે જ્યાં કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા વધારે છે. બીએમસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મુંબઈ શહેરના નાગરિકો બીએમસી વેબસાઇટ પર આ માહિતી સરળતાથી મેળવી શકે છે.


મહત્વનું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 2 આઈએએસ અધિકારઓને BMCમાં ડેપ્યૂટેશ પર મોકલ્યા છે, જો કે દેશની આર્થિક રાજધાનીમાં કોરોના સંક્રમણને રોકવામાં કામ કરશે. આ આઈએએસ અધિકારીના નામ છે અશ્વિની ભીડે અને ડો.રામસ્વામી એન.


અશ્વિની ભીડે મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂકી છે. અશ્વિની ભીડે કોરોના વોર રૂમમાં કો-ઓર્ડીનેટર તરીકે સેવા આપશે અને શહેરમાં કોરોના વાયરસથી સંબંધિત આંકડાના સંગ્રહણ અને વિશ્લેષણનું કામ જોશે.


મહત્વનું છે કે, આજ સુધીમાં મુંબઈમાં Covid-19 ના 181 કેસ મળી આવ્યા છે. બીએમસીએ શહેરમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 146 કન્ટેન્ટ ઝોન્સ બનાવ્યા છે.


બૃહનમુંબાઈ મહાનગર પાલિકાએ અત્યાર સુધીમાં 175 કન્ટેનમેન્ટ ઝોન્સની ઓળખાણ કરતા પુલિસની સહાયતાથી તઓથી કેટલાકને સંપૂર્ણ રીતે સીલ કરી દીધા છે જો કે કોરોના સંક્રામણને રોકવામાં આવી શકે છે.