બજાર » સમાચાર » બજાર

Coronavirus pandemic: સરકાર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત કરી શકે

ના રોજ પ્રકાશિત Wed, 08, 2020 પર 17:02  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસ સામેના યુદ્ધમાં સુનિશ્ચિત માહિતી અને સહાય પ્રદાન કરવા માટે સરકારે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત કરી શકે છે.


આ એપ દ્વારા તમે તમારા લક્ષણોની ચકાસી કરી શકો છો. જો કોઈ કોરોના પોઝિટિવ હોવાનું જણાય છે, તો તેના ફોન માંથી નકળેલી જાણકારીથી તેના સંપર્કમાં રહેલા લોકોની જાણકારી મળી શકે છે. આરોગ્ય સેતુ પર આસપાસ ક્યાંથી મદદ મેળવી શકો છો તે વિશેની તમામ માહિતી પણ ઉપલબ્ધ છે.


સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર, જો રેલ્વે યાત્રા શરૂ થાય તો પણ પ્રવાસ કરવા માટે આ એપને ડાઉનલોડ કરવાનું ફરજિયાત થઇ શકે છે. એપ દ્વારા સરકાર કૉન્ટેક્ટ ટ્રેસિંગ કરશે. એપ પર બ્લૂટૂથ દ્વારા કૉન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવશે. એપ દ્વારા મોબાઈલ નંબરોને મેપિંગ કરવામાં આવશે. ઘણા રાજ્યોએ આ એપ ડાઉનલોડ કરવાની સૂચના આપી છે.


નોંધપાત્ર છે કે આઇટી મંત્રાલયે 1 સપ્તાહ પહેલા એપને લોન્ચ કરી હતી. અત્યાર સુધી 1 કરોડ લોકો એપને ડાઉનલોડ કર્યું છે. રેલ્વે મુસાફરી માટે પણ એપ ફરજિયાત થઈ શકે છે.