બજાર » સમાચાર » બજાર

CORONAVIRUS Pandemic: રેલ્વેની 15 એપ્રિલથી પેસેંજર સેવાઓ શરૂ કરવાની તૈયારી, સ્ટાફને રજૂ કર્યો નિર્દેશ

ના રોજ પ્રકાશિત Sat, 04, 2020 પર 19:11  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસ આઉટબ્રેકની બાદ દેશમાં ઘોષણા 21 દિવસના લૉકડાઉન અને તેના લીધેથી રેલ્વે સેવાઓ બંધ થયા બાદ હવે 15 એપ્રિલથી રેલ્વે પોતાની સેવા ફરીથી શરૂ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. તેના માટે બધી રેલ્વે સેફ્ટી પર્સનલ, રનિંગ સ્ટાફ, ગાર્ડસ, ટીટીઈ અને બીજા અધિકારીઓને કહેવામાં આવ્યુ છે કે તે 15 એપ્રિલથી પોતાની જવાબદારી સંભાળવા ફરી તૈયાર રહે.

જો કે રેલ્વે પેસેંજર સેવાઓ સરકારની લીલી ઝંડી મળ્યા બાદ જ શરૂ થશે. સરકારે આ મુદ્દા પર નિર્ણય લેવા માટે મંત્રિયોના એક સમૂહનું ગઠન કર્યુ છે.

આ વચ્ચે રેલ્વેએ પોતાના બધા ઝોન માટે એક રેસ્ટોરેશન પ્લાન રજૂ કર્યો છે જેમાં ચલાવામાં આવનારી ટ્રેનોની ફ્રિક્વેંસી અને રેક્સની ઉપલબ્ધતાથી જોડાયેલી જાણકારી આપવામાં આવી છે.

સૂત્રોના મુજબ રેલ્વેએ બધા 17 ઝોનોને પોતાની સેવાઓ શરૂ કરવા માટે તૈયાર રહેવા માટે કહ્યુ છે. સૂત્રોના મુજબ 15 એપ્રિલથી 80 ટકા ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી ચાલવાની ઉમ્મીદ છે જેમાં રાજધાની, શતાબ્દી, દૂરંતો જેવી ટ્રેન પણ શામિલ છે. લોકલ ટ્રેનો ચાલવાની પણ ઉમ્મીદ છે.

સૂત્રોથી મળેલી જાણકારીના મુજબ આ વાતની સંભાવના છે કે રેલ્વે બધી યાત્રાઓને થર્મલ સ્ક્રીનિંગ કરશે અને કોરોનાના સંદર્ભમાં સરકાર દ્વારા નિર્ધારિત પ્રોટોકૉલનું પાલન કરશે.

રેલ્વેએ વરિષ્ઠ અધિકારીઓની તરફથી કહેવામાં આવ્યુ છે કે રેલ્વેના સંચાલનના સંબંધમાં કોઈ નવા ઑર્ડર નથી રજુ કરવામાં આવ્યા અને રેલ્વેની તરફથી કેન્સલેશન ખાલી 14 એપ્રિલ સુધી હતુ એટલા માટે 15 એપ્રિલથી રેલ્વે સેવાઓનું સંચાલન શરૂ કરવા માટે કોઈ નવા ઓર્ડરની જરૂર નથી.

સૂત્રોના મુજબ આ વિશે પાક્કો એક્શન પ્લાન આ સપ્તાહે બધા રેલ્વે ઝોનને મોકલવામાં આવશે. તમને જણાવી દઈએ કે 24 માર્ચના પીએમ મોદી દ્વારા લૉકડાઉનની ઘોષણા બાદ રેલ્વેએ એભૂતપૂર્વ પગલા ઉઠાવતા પોતાની બધી 13523 રેલ્વે સેવાઓને 21 દિવસ માટે બંધ કરી દીધી હતી. જો કે આ અવધિમાં રેલ્વે ફ્રેટ સેવાઓ ચાલતી રહી છે અને તેમાં કોઈ બાધા નથી આવી રહી.