બજાર » સમાચાર » બજાર

Coronavirus: સરકાર 14 એપ્રિલ પછી પણ લોકડાઉન ચાલુ રાખવા પર કરી રહી વિચાર

ના રોજ પ્રકાશિત Tue, 07, 2020 પર 18:15  |  સ્ત્રોત : CNBC-Bajar

અનેક રાજ્ય સરકારો અને એક્સપર્ટસ કેન્દ્ર સરકારથી આ વિન્તી કરી રહ્યા છે કે લૉકડાઉનને વધારવામાં આવે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 24 માર્ચે મધ્યરાત્રીથી 21 દિવસ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે.


લાઇફ મિન્ટના સૂત્રોથી જણકારી આપી કે ઘણા રાજ્ય સરકાર કેન્દ્રથી લોકડાઉન વધારવાની માંગ કરી રહી છે. કેન્દ્ર સરકાર પણ લૉકડાઉન વધારવા પર વિચાર કરી રહી છે.


દેશમાં કોરોના વાયરસના કેસ વધીને 4400 થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશભર માંથી 354 નવા કેસ સામે આવ્યા છે. આ સંક્રમણની કારણે દેશમાં સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રમાં છે. ત્યાં લગભગ 780 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. તે પછી તમિળનાડુ જ્યાં 621 અને દિલ્હીમાં 523 લોકો સંક્રમિત છે. આ પહેલા સોમવારે એક દિવસમાં 700 કેસ સામે આવ્યા હતા.


શું કરી રહ્યા છે રાજ્ય


તેલંગાણાએ 14 એપ્રિલથી લઇને 3 જૂન સુધી લૉકડાઉન વધાર્યું છે. આ સાથે જ યુપી સરકારે પણ કહ્યું છે કે જ્યાં સુધી રાજ્યમાં એક પણ કોરોના વાયરસનો કેસ સામે આવશે ત્યાં સુધી તેઓ લોકડાઉન ચાલુ રાખશે.


મહારાષ્ટ્રએ પણ લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારે જ રાજસ્થાન સરકારનું કહેવું છે કે 21 દિવસ પૂરા થયા પછી તરત જ લોકડાઉન દૂર કરવું યોગ્ય નથી. તેઓ તેને તબક્કાવાર રીતે દૂર કરવાના પક્ષમાં છે.