બજાર » સમાચાર » બજાર

Coronavirus: મંદીમાં જશે વર્લ્ડ ઇકોનૉમી, ભારત-ચીનની બચવાની ઉમ્મીદ-UN

ના રોજ પ્રકાશિત Tue, 31, 2020 પર 16:14  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોના વાયરસ સંક્રમણના કારણે આ વર્ષ વર્લ્ડ ઇકોનૉમી મંદીમાં ચાલી જશે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના એક રિપોર્ટના મુજબ, કોરોના વાયરસના લીધેથી લાખો કરોડ ડૉલરના ગ્લોબલ ઇનકમને નુકસાન થયુ છે. UN ના રિપોર્ટના મુજબ, ઈન્ડિયા અને ચીનને છોડીને બાકી દેશો માટે મુશ્કેલી વધારે છે. જો કે આ રિપોર્ટમાં આ વાતનું કારણ નથી બતાવામાં આવ્યુ કે સમગ્ર દુનિયા મંદીમાં જવાની બાવજૂદ ભારત અને ચીન કેવી રીતે બચી શકે છે.

દુનિયા ભરની બે તૃતિયાંશ વસ્તી વિકાસશીલ દેશોમાં રહે છે. Covid-19 ના સંક્રમણના લીધેથી આ દેશોની ઇકોનૉમી મોટા સંકટમાં ફંસાસે. UN એ કહ્યુ કે આ દેશો માટે 2.5 લાખ કરોડ રૂપિયાની હેઠળ રાહત પેકેજની જરૂરત રહેશે.

United Nations Conference on Trade and Development (UNCTAD) ના નવા એનાલિસિસના મુજબ, ડેવલપિંગ દેશો પર કોરોનાના સંકટની અસર બહુ ખરાબ હશે. જો દેશ કમોડિટીના નિર્યાત કરે છે ત્યાં વિદેશી રોકાણ આવતા 2 વર્ષમાં 2 લાખ કરોડ ડૉલરથી 3 લાખ કરોડ ડૉલર સુધી ઓછી થઈ શકે છે.

UNCTAD એ હાલ માં જ કહ્યુ હતુ કે G20 ના મુજબ, એડવાંસ ઇકોનૉમી અને ચીને પોત-પોતાની ઇકોનૉમીને ભારી-ભરખમ રાહત પેકેજ આપ્યા છે. આ રાહત પેકેજ 5 લાખ કરોડ રૂપિયા સુધીના હશે.

UNCTAD એ કહ્યુ, ``આ વર્ષ દુનિયાની તમામ ઇકોનૉમી મંદીમાં ફંસવાની છે. આ દેશોને લાખો કરોડ ડૉલરનો લૉસ રેહશે. તેનાથી વિકાસશીલ દેશોની મુશ્કેલી વધશે પરંતુ ચીન અને ઈન્ડિયા તેમાં અપવાદ સાબિત થઈ શકે છે.`` UN ના આ રિપોર્ટના મુજબ, દુનિયા ભરમાં કોરોનાવાયરસથી અત્યાસ સુધી 35000 થી વધારે મૃત્યુ થઈ ચુકી છે અને 7.50 લાખથી વધારે લોકો સંક્રમિત છે.