બજાર » સમાચાર » બજાર

Covid-19 Effect: કર્મચારીઓના પગાર માટે મહારાષ્ટ્ર સરકારે લેવી પડી શકે છે લોન

ના રોજ પ્રકાશિત Fri, 10, 2020 પર 18:43  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે તમામ ઉદ્યોગો ધંધા ઠપ થયા છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારના રાજસ્વમાં પણ જોરધાર ઘટાડો જોવા મળ્યો છે. સરકારના તિજોરીમાં ધનમાં અછતની કારણે સરકારની સામે તેના કર્મચારીઓના પગારની સમસ્યા ખુલી ગઈ છે. સૂત્રોએ ખુલાસો કર્યો છે કે એપ્રિલથી જૂન સુધીમાં કર્મચારીઓને 3 મહિનાનો પગાર ચૂકવવા માટે ગાજ્ય સરકારે 15 થી 20 કરોડ રૂપિયાનો લોન લેવી પડી શકે છે.


રાજ્ય સરકાર પર પહેલાથી જ દેવાના ભાર છે. એના પર આ લોકડાઉનને કારણ ઘણા દિવસોથી ઉદ્યોગ, કારોબાર અને આર્થિક લેવડ-દેવડ બંધ પડી ગયો છે. જીએસટી, સ્ટેમ્પ ડ્યુટી, આબકારી અને પરિવહન ટેક્સના દ્વારા મળવા વાળો રાજસ્વ સંપૂર્ણ સ્થિર થઈ છે જેના કારણે રાજ્યને 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છૂપાયેલા સમાચાર મુજબ ગયા વર્ષે માર્ચમાં રાજ્યને 42 હજાર કરોડ રૂપિયાની રાજસ્વ પ્રાપ્ત થઇ હતી. આ વર્ષે માર્ચમાં લગભગ 60 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ વખતે સરકારને માર્ચ મહિનામાં ટેક્સના રૂપમાં માત્ર 17 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. એ જ રીતે ગયા વર્ષે એપ્રિલમાં સરકારને 21 હજાર કરોડ રૂપિયાનો રાજસ્વ પ્રાપ્ત થયો હતો, જ્યારે આ વખતે એપ્રિલમાં માત્ર 4 થી 5 કરોડ રૂપિયા સરકારના ખીસામાં આવ્યા છે, જેમાં લગભગ 76 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.


સરકારી સુત્રોના અનુસાર, સપ્ટેમ્બર-ઑક્ટોબર 2019 ના જીએસટી પરત રકમ તરીકે સરકારને માત્ર 1800 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે આ સિવાય વધુ 5000 કરોડ પરત આપવાના છે.


રાજ્ય સરકારનું હાલમાં 5.2 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. લોન વ્યાજના રૂપમાં દર મહિને 3 હજાર કરોડ રૂપિયા ચુકવવા પડે છે. આ લોકડાઉન હટાવ્યા પછી પણ ઇકોનૉમિકને પાટા પર આવવામાં ઘણા મહિનાઓનો સમય લાગશે. તેથી સરકારની રાજસ્વ પણ પહેલા જેવું નથી થવાની. સરકારી અધિકારીઓનો અંદાજ છે કે આવતા ઓક્ટોબર સુધીમાં રાજ્ય સરકારની આવકમાં સામાન્ય તુલનામાં 50 ટકા સુધી ઘટી શકે છે.