બજાર » સમાચાર » બજાર

Covid-19 India Lockdown Live Updates: દેશભરમાં 562 સંક્રમિત, મૃત્યની સંખ્યા 11, સમગ્ર દેશમાં લોકડાઉન

ના રોજ પ્રકાશિત Wed, 25, 2020 પર 11:19  |  સ્ત્રોત : CNBC-Bajar

પૂરી દુનિયામાં કોરોના કાલ ચાલી રહ્યો છે. દરેક જગ્યાએ હાહાકાર થયેલો છે. અડધાથી વધારે દેશ કોરોનાની ચપેટમાં આવી ચુક્યો છે. ભારતમાં પણ તેજીથી ફેલાય રહ્યો છે. તેના પ્રસાર પર લગામ કસવા માટે પીએમ મોદીએ દેશ ભરમાં 21 દિવસનુ લૉકડાઉન કરવાની ઘોષણા કરી છે. એટલે કે હવે 14 એપ્રિલ સુધી દેશમાં તાળાબંધી રહેશે. આ દરમ્યાન ખાલી આવશ્યક વસ્તુઓની આપૂર્તિ ચાલુ રહેશે.


મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક જ પરિવારના 5 લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટી થઈ છે. આ 5 નવા મામલાની સાથે મહારાષ્ટ્રમાં કુલ 112 મામલા પહોંચી ગયા છે.


હેલ્થ મિનિસ્ટ્રીના મુજબ, અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસના મામલોની સંખ્યા 562 થઈ ગઈ છે. તેમાંથી 512 લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. બુધવારના બિહારમાં એક અને મધ્યપ્રદેશમાં પાંચ નવા મરીઝ મળ્યા છે. તમિલનાડુમાં એક વ્યક્તિની મોતની સાથે દેશમાં કુલ મૃત્યુની સંખ્યા 11 થઈ ગઈ છે.


કેન્દ્ર સરકારે 26 પ્રાઇવેટ લેબને કોરોનાની તપાસ કરવા માટે મંજૂરી આપી દીધી છે. તેની સાથે કોરોના મામલે આજે પીએમ મોદી મૈરાથન મીટિંગ કરશે.


મધ્ય પ્રદેશના ઈંદોરમાં ન નવા લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. તેની સાથે મધ્ય પ્રદેશના કોરોનાના કેશ વધીને 14 થઈ ગયા છે.


ત્યારે લૉકડાઉનની ઘોષણા થયાની બાદ કેન્દ્ર સરકારે બધા રાજ્ય સરકારોને નિયમનું પાલન કરવા માટે કડક રહેવા માટે કહ્યુ છે. સાથે કેન્દ્ર સરકારે એ પણ કહ્યુ છે કે જીવનઆવશ્યક વસ્તુઓને પહોંચવામાં કોઈ મુશ્કેલી ના આવી જોઈએ. તેની સાથે જ રાજ્ય સરકારોએ હેલ્પ લાઇન નંબર પણ શરૂ કરવા માટે કહેવમાં આવ્યુ છે.