બજાર » સમાચાર » બજાર

Covid-19: માર્ચમાં વીમા પૉલિસીનું વેચાણ 40% વધ્યુ, ઈન્શ્યોરન્સ સેક્ટરના આ શેરોમાં દેખાય રહી છે રોનક

ના રોજ પ્રકાશિત Tue, 31, 2020 પર 11:47  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇન્શ્યોરન્સ સેક્ટરમાં સારી રોનક જોવાને મળી રહી છે. કોરોના વાયરસ અને લૉકડાઉનના લીધેથી પૉલિસીની ઑનલાઇન સેલ્સ વધી ગઈ છે. તો આવો જાણીએ પૉલિસી વેચાણ કેટલુ વધી રહ્યુ છે અને તેના શેર્સ પર શું અસર પડી રહી છે.

Covid 19 ના લીધેથી માર્ચ મહીના વીમા કંપનીઓ માટે ફાયદામંદ સાબિત થઈ રહ્યા છે. ખરેખર Covid 19 ના કારણે માર્ચ મહીનામાં ઑનલાઇન વેચાણમાં 40 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે માર્ચમાં વીમા પૉલિસીનું વેચાણ વધ્યુ છે પરંતુ Covid 19 ના લીધેથી આ વર્ષ વીમા પૉલિસી ગત વર્ષના મુકાબલે વીમા પૉલિસીનું વેચાણ 10 ટકા વધારે વધ્યુ છે. એટલુ જ નહીં 1 મહીનામાં લાઇફ, હેલ્થ ઈન્શ્યોરન્સની માંગ પણ વધી છે.

માર્ચ મહીનામાં હેલ્થ ઈન્શ્યોરન્સનું ઑનલાઇન વેચાણમાં 35-40 ટકાનો વધારો જોવાને મળ્યો છે જ્યારે લાઇફ ઇન્શ્યોરન્સના વેચાણમાં 20 ટકાનો વધારો દર્જ થયો છે.

એવામાં જો ઈન્શ્યોરન્સ સેક્ટરથી જોડાયેલા શેરોની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના શેર છેલ્લા 1 સપ્તાહમાં 13 ટકાના ઉછાળો જોવાને મળ્યો છે આજના કારોબારી સત્રમાં આ શેર 2.5 ટકાની મજબૂતી સાથે દેખાય રહ્યો છે. જ્યારે આઈસીઆઈસીઆઈ લોમબાર્ડના શેરમાં 1 સપ્તાહમાં 6 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે જ્યારે આજના કારોબારી સત્રમાં આ શેર 3.5 ટકાના ઉછાળાની સાથે કામકાજ કરી રહ્યા છે.

જ્યારે એસબીઆઈ લાઈફના શેર 1 સપ્તાહમાં 7.5 ટકા ઉછળા છે જ્યારે આજના કારોબારી સત્રમાં આ શેરમાં 1.5 ટકાની તેજી જોવાને મળી રહી છે. ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ ના શેરમાં છેલ્લા 1 સપ્તાહમાં 41 ટકાની તેજી જોવાને મળી ગઈ છે જ્યારે આજના કારોબારી સત્રમાં આ શેરમાં 4 ટકાનો શાનદાર વધારો જોવાને મળી રહ્યો છે.