બજાર » સમાચાર » બજાર

નર્મદા ડેમની સપાટી 132 મીટરને પાર

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 16:54  |  સ્ત્રોત : CNBC-Bajar

નર્મદા ડેમની સપાટી 132 મીટરને પાર. નર્મદા ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની આવક 59 હજાર 935 ક્યુસેકની નોંધાઈ જ્યારે જાવક 1,17,519 ક્યુસેક છે. તો રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ ચાલુ કરવામાં આવ્યા.


કચ્છમાં 3 દિવસમાં પડ્યો 102 ટકા વરસાદ. જેના કારણે કચ્છમાં ડેમો તેમજ તળાવો છલકાતા કચ્છની પાણીની સમસ્યા થઈ દૂર. કચ્છમાં 8 ડેમ થયા ઓવરફ્લો. જ્યારે 12 ડેમોમાં નવા નીરની આવક. તો રાપરનો સુવઈ ડેમ 100 ટકા ભરાયો.


ગુજરાતમાં સારા વરસાદને પગલે 51 જળાશયો થયા ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતા હાઇએલર્ટની સ્થિતિ જાહેર. 10 જળાશયો પર એલર્ટ જાહેર કરાયુ.