બજાર » સમાચાર » બજાર

સુરતથી મુંબઇ વચ્ચે શરૂ થઇ ક્રુઝ

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 12:15  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરત માટે ફરી એક વખત આનંદના સમાચાર આવ્યા છે. સુરતથી મુંબઇ વચ્ચે ક્રુઝ સેવાનો પ્રારંભ થયો છે.


ગોવાના જેમ હવે સુરતમાં પણ માણી શકાશે ક્રુઝની મજા. સુરતથી મુંબઇ વચ્ચે ક્રુઝ સેવાનો પ્રારંભ થયો છે. આજથી શરૂ થયેલી ક્રુઝ સેવા હાલમાં સપ્તાહમાં એક દિવસ ચાલશે. ક્રુઝને મુંબઇ પહોચતા 16 કલાક થી પણ વધુનો સમય લાગશે. આ ક્રુઝ સેવા હજીરાની જેટી પરથી શરૂ કરવામાં આવી છે.


જે ઓવર નાઇટ દરિયાય સફર કરી મુંબઇ સીલીંક પહોચશે. 200 લોકોની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં આરામ માટે રુમ બનાવવામાં આવ્યા છે. તેની અંદર એક બાર, રેસ્ટોરન્ટ, ડિસ્કો થેક સહિતની ફેસેલીટી ઉભી કરવામાં આવી છે. એડલ્ટ માટે 5 હજાર અને બાળકો માટે 4 હજાર રૂપિયા ફેર રાખવામાં આવ્યો છે.


આ ક્રુઝને હાલમાં ઇન્ટરનેશન બોર્ડર સુધી નહિ લઇ જવામાં આવે. આ ક્રુઝ દરિયાઈ સીમાથી 10 થી 12 નોટીકલ માઇલ દુર જ ચાલશે. સુરત થી મુંબઇ દરિયામાં 130 નોટીકલ માઇલ જેટલું અંતર થાય છે. જે કાપવા માટે સાત થી 8 નોટીકલ માઇલ પર આવરની સ્પીડે ક્રુઝ ચાલશે. જે મુસાફરી પુર્ણ કરતા 16 થી 18 કલાક જેટલો સમય લાગશે.


ગીર સોમનાથ બાદ હવે સુરતના દરિયાકિનારે ક્રુઝ સેવાનો પ્રારંભ થયો છે.