બજાર » સમાચાર » બજાર

ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ત્રણ મહિના માટે મળશે ફ્રી એલપીજી સિલિન્ડર

ના રોજ પ્રકાશિત Wed, 01, 2020 પર 12:19  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. એની લગામને કસવા માટે સરકારે 21 દિવસના લોકડાઉનની ઘોષણા કરી હતી. આજે આ લોકડાઉનનો આઠમો દિવસ છે. દિહાડી મજબરો, ગામમાં વિકાસની ગતિ ધીમી પડી છે. આવી સ્થિતિમાં સરકારે ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને એપ્રિલ થી જીન મહિના એટલે કે 3 મહિના સુધી ફ્રી માં ગેસ આપવાની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આપી છે.


ટાઇમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર લાભાર્થીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં 40 લાખથી વધુ થવાની આસા છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ત્રણ મહિના એટલે કે 01 એપ્રિલથી 30 જૂન સુધી ફ્રી માં ગેસ આપવાની જાહેરાત કરી છે. આનાથી ભારતમાં 14.2 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરના 8 કરોડ ગ્રાહકોને ફાયદો મળશે.


ઓઇલ કંપનીઓનું કહેવું છે કે સરકાર એપ્રિલ મહિનામાં જ તમામ પૈસા ઉજ્જવલા યોજનાના ગ્રાહકોના બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર આ પૈસા 3-4 એપ્રિલના રોજ ટ્રાન્સફર કરી શકે છે. આ પછી લાભાર્થીઓ તેમના એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે, બીજો સિલિન્ડર 15 દિવસ પછી બુક કરાશે. કોરોના વાયરસને કારણે દેશની આર્થિક સ્થિતિ કથળી છે. તેથી સરકારે ફ્રી માં ગેસ આપવાની જાહેરાત કરી છે.


ગેસ સિલિન્ડરનું બુકિંગ Interactive Voice Response અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા થઈ શકે છે. આ રિફિલ પાવતી વન ટાઇમ પાસવર્ડ આધારિત ઉપક્રમ થઇ શકે છે, એના શિવાય કેશ મેમો સિગ્નેચર અને બ્લૂ હુક એન્ પણ થઇ શકે છે. આ સાથે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ગ્રાહકોને કોરોના વાયરસના સમયમાં કરન્સી નોટોનું અનાવશ્યક હેન્ડલિંગથી બચવા માટે ડિજિટલ પેમેન્ટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.