બજાર » સમાચાર » બજાર

રોજીંદી વસ્તુઓ બનશે મોંઘી!

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 16:23  |  સ્ત્રોત : CNBC-Bajar

આર્થિક સુસ્તીની અસર હવે સામાન્ય માણસના ખર્ચા પર પડી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે જીએસટીના સૌથી નિચલા સ્લેબ એટલે કે 5 ટકાને વધારવા પર વિચાર ચાલી રહ્યો છે. જ્યારે કે આના પર છેલ્લો નિર્ણય જીએસટી કાઉન્સિલની આવનારી બેઠકમાં થશે.


જીએસટી વસૂલમાં ઘટાડાનો ભાર સામાન્ય માણસ પર પડી શકે છે. જીએસટીના સૌથી નિચલા સ્લેબને વધારીને 6 - 8 ટકા કરવા પર વિચાર છે. આનાથી લગભગ 1000 કરોડ રૂપિયાની વધારે વસૂલી થશે. હાલ 5, 2 અને 1 ટકાથી લગભગ 10 ટકા મહેસૂલ વસૂલી છે. આનાથી ખાવા પીવાની અને રોજીંદી ચીજ વસ્તુઓના ભાવ વધી શકે છે. આર્થિક સુસ્તીથી જીએસટી વસૂલી પર અસર પડી શકે છે.


આ પ્રસ્તાવ પર 10 તારીખે અધિકારીઓની કમિટીમાં ચર્ચા થશે. જ્યારે કે રાજનીતિક રીતે હાલ નિર્ણય સંભવ નહી. ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો મુશ્કેલ છે. કમિટીની ભલામણ પર કાઉન્સિલની બેઠકમાં અંતિમ નિર્ણય છે. જીએસટી કાઉન્સિલની આવતી બેઠક 18 ડિસેમ્બરે થશે.