બજાર » સમાચાર » બજાર

જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાય નિર્ણય

ના રોજ પ્રકાશિત Sat, 21, 2019 પર 12:37  |  સ્ત્રોત : CNBC-Bajar

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદ હવે જીએસટી કાઉન્સિલની બેઠકમાં પણ બે અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. સૌથી વધુ ફાયદો ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને મળ્યો છે. આ સિવાય અમુક વસ્તુઓ પર GST દરમાં વધારો પણ કર્યો છે. સાડા 7 હજારથી વધુ ભાડા વાળા હોટેલ રૂમ પર GST ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. ત્યારે એક હજારથી ઓછાના રૂમ પર GST પુરો કરી દેવામાં આવ્યો છે. જોકે ઑટો સેક્ટરને GSTથી રાહત આપવા પર કોઇ નિર્ણય નથી લેવાયો. આ સિવાય બિસ્કિટ પર GST ઘટાડવાનો પ્રસ્તાવ ફગાવી દેવાયો છે.