બજાર » સમાચાર » બજાર

વાયુ વાવાઝોડાને કારણે વરસાદમાં વિલંબ

ના રોજ પ્રકાશિત Sat, 15, 2019 પર 11:48  |  સ્ત્રોત : CNBC-Bajar

સામાન્ય રીતે 10 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ જતુ હોય છે, પરંતુ વાયુ વાવાઝોડાને કારણે વિધિવત ચોમાસુ મોડું શરૂ થશે. જેની સૌથી મોટી અસર ખેડૂતો પર પડવાની છે. વાયુ વાવાઝોડાને કારણે ખેડૂતોએ વાવેતર પણ ઓછું કર્યું છે.


અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતો પર વધુ એક આફત વાયુ તરીકે આવી. કમોસમી વરસાદ, ઉભા પાકને નુકસાન, ટેકાના ભાવ ન મળવા વગેરે મુશ્કેલીઓથી ખેડૂતો પહેલાથી મુશ્કેલીમાં છે. ત્યાં વાયુ ખેડૂતો માટે સંકટ સમાન બન્યું છે. સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાને કારણે કેળા, કેરી, શેરડી અને નાળિયેરીના પાકને મોટું નુકસાન થયુ છે. તો સાથે જ રાજ્યના 56 હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવેલા ખરીફ પાકને મોટું નુકસાન થયુ છે.


આ વર્ષે 2018ની સરખાણીમાં 10 જૂન સુધીમાં રાજ્યમાં 26 હજાર 646 હેક્ટરમાં ઓછું વાવેતર નોંધાયુ છે. જો 10 જૂન 2019 સુધી કઠોળ, તેલીબિયા અને અન્ય પાકોનું કેટલુ વાવેતર થયુ તેના પર નજર કરીએ તો, ડાંગરનું વાવેતર 2018માં 543 હેક્ટરમાં થયું તો તેની સરખાણીએ 2019માં 77 હેક્ટરમાં વાવેતર થયું. બાજરીનું વાવેતર 2018માં 23 હેક્ટરમાં થયુ તો. ખેડૂતોએ આ વર્ષે બાજરીનું વાવેતર કર્યું નથી. જુવારનું વાવેતર 2018માં 68 હેક્ટરમાં થયુ હતુ.


ત્યારે 2019માં જુવારનું પણ વાવેતર ખેડૂતોએ કર્યું નથી. મકાઈનું વાવેતર 2018માં 146 હેક્ટરમાં થયું. તો આ વર્ષે મકાઈનું વાવેતર 175 હેક્ટરમાં થયુ છે. એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે 29 હેક્ટરમાં મકાઈનું વાવેતર વધુ કરવામાં આવ્યું. કુલ ધાન્ય પાકનું વાવેતર 2018માં 800 હેક્ટરમાં થયુ ગતુ. જે ઘટીને 2019માં 252 હેક્ટરમાં થયુ. હવે જો કઠોળના પાકની વાતક કરીએ તો, તુવેરનું વાવેતર 2018માં 1663 હેક્ટરમાં થયુ અને 2019માં માત્ર 3 હેક્ટરમાં જ વાવેતર થયું. મગનું વાવેતર 2018માં 15 હેક્ટરમાં થયુ અને 2019માં 5 હેક્ટરમાં વાવેતર થયું.


અડધનું વાવેતર 2018માં 52 હેક્ટરમાં થયુ અને 2019માં 2 હેક્ટરમાં થયું. અન્ય કઠોળનું વાવેતર 2018માં 74 હેક્ટરમાં થયુ તો, 2019માં અન્ય કઠોળનું વાવેતર થયુ નથી. આ વર્ષે ગત વર્ષની સરખાણીએ માત્ર 10 હેક્ટરમાં કુલ કઠોળનું વાવેતર થયુ છે. જો તેલીબિયા પાકની વાત કરીએ તો મગફળીનું વાવેતર 2018માં 14 હજાર 368 હેક્ટરમાં થયુ. તો 2019માં 5 હજાર 216 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું, તલનું વાવેતર 2018માં 8 હેક્ટરમાં તો 2019માં તલનું વાવેતર થયુ નથી.


દિવેલાનું વાવેતર 2018માં 5 હેક્ટરમાં થયુ તો 2019માં પણ દિવેલાનું વાવેતર થયુ નથી. સોયાબીનનું વાવેતર 2018માં 367 હેક્ટરમાં થયુ હતુ. તેની સરખામણીમાં 136 હેક્ટરમાં જ સોયાબિનનું વાવેતર થયું. તેલીબિયા પાકનું 2018માં કુલ વાવેતર 14 હજાર 748 હેક્ટરમાં થયું તો 2019માં તેલીબિયા પાકનું વાવેતર 5 હજાર 352 હેક્ટરમાં જ થયુ છે. જો અન્ય પાકની વાત કરીએ તો, કપાસનું વાવેતર 2018માં 47 હજાર 907 હેક્ટરમાં કરાયું તો, 2019માં 40 હજાર 109 હેક્ટરમાં જ કપાસનું વાવેતર થયું.


શાકભાજીનું વાવેતર 2018માં 6 હજાર 512 બેક્ટરમાં થયુ તો 2019માં શાકભાજીનું વાવેતર 3 હજાર 414 હેક્ટરમાં થયું. ઘાસચારાનું વાવેતર 2018 માં 10 હજાર 875 હેક્ટરમાં થયું તો 2019માં 6 હજાર 863 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું. કુલ અન્યપાકનું વાવેતર 65 હજાર 294 હેક્ટરમાં થયુ હતુ. જેની સરખામણીમાં 2019માં અન્ય પાકનું વાવેતર 50 હજાર 386 હેક્ટરમાં થયું.


વાયુ વાવાઝોડાંથી ગુજરાતની સિસ્ટમમાં બદલાવ આવ્યો. જેના પગલે હવે વરસાદ 10 દિવસ મોડો આવશે. ત્યારે ગુજરાતમાં ઘટતા પાણી અને ઓછા થતા કૃષિ વાવેતરની સમસ્યા સરકાર માટે પડકાર સમાન સાબિત થાય તો નવાઈ નહીં.