બજાર » સમાચાર » બજાર

દિલ્હી-NCRનું હવામાન ખતરનાક સ્થિતી પર

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 12:24  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલ્હી-NCRનું હવામાન પ્રદુષણ હજુ પણ ખતરનાક સ્થિતી પર છે. દિલ્હીના લોધી રોડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 500 રેકોર્ડ થયો હતો. ત્યાજ દિલ્હીના ઘણા વિસ્તારોમાં, એર ક્વોલિટી ઇન્ડેક્સમાં છેલ્લા કેટલાક દિવસોમાં સુધારો જોવા મળ્યો છે. જોકે, હજુ પણ સરેરાશ એર ક્વાલિટી ઈન્ડેક્સ 300 રેકોર્ડ થયો છે. નોએડામાં એર ક્વાલિટી ઈન્ડેક્સ 407 અને ગ્રેટર નોએડામાં 392 પર પહોંચી ગયો છે. દિલ્હીમાં હવામાન એટલુ ખરાબ થઈ ગયુ છે કે શ્વાસ લેવાનું પણ જીવલેણ બની ગયું છે. લોકો બિમાર પડી રહ્યા છે અને આંખોમાં જલન થઈ રહી છે.