બજાર » સમાચાર » બજાર

ઘરેલૂ એલપીજી સિલિન્ડરોની માંગમાં જોરદાર ઉછાળો, સપ્લાય વધારવા માટે ઘણા દેશો સાથે વાતચીત

ના રોજ પ્રકાશિત Mon, 30, 2020 પર 14:45  |  સ્ત્રોત : CNBC-Bajar

લોકડાઉનને કારણે ઘરેલુ એલપીજી સિલિન્ડરોની ડિમાન્ડમાં ભારી તેજીને જોઇને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકાર વધુ એલપીજી સપ્લાય માટે અનેક દેશો સાથે વાતચીત કરી રહી છે. અનુમાન છે કે ઉજ્જવલા યોજનાની 8 કરોડ મહિલા ગ્રાહકોને ફ્રી સિલિન્ડરની ઘોષણાથી ડિમાન્ડમાં વધુ તેજી આવી શકે છે. આ જોતા સરકાર પણ હરકતમાં આવી છે.


સરકારે એલપીજી સપ્લાય વધારવા માટે અનેક દેશો સાથે વાતચીત શરૂ કરી છે. આ પ્રયાસમાં પેટ્રોલિયમ મંત્રીએ સાઉદીથી એલપીજી સપ્લાય પર વાત કરી છે. લોકડાઉનને કારણે ઘરેલું સિલિન્ડરોની ડિમાન્ડ આશરે 40-45 ટકાનો વધારો થયો છે. ઓએમસીએ ભારે ડિમાન્ડ છતાં પણ સપ્લાય ચાલુ રાખવાની ખાતરી આપી છે.


આઇઓસીના મતે ડેલી બુકિંગમાં 45 ટકાનો વધારો આવ્યો છે. જ્યારે એચપીસીએલ અનુસાર ડેલી બુકિંગ 12 લાખથી વધીને 15 લાખ સિલિન્ડરમાં વધ્યું છે. ઓઇલ કંપનીઓએ ગ્રાહકોને પેનિક બુકિંગ ન કરવાની અપીલ કરી છે.


દેશભરમાં લોકડાઉનથી જરૂરી ચીજવસ્તુઓના સપ્લાય પર અસર થઈ રહી છે. કર્ફ્યુના કારણે મોટાભાગની કઠોળની મિલો બંધ છે જેના કારણે સપ્લાય ઘટીને 30 થી 40 ટકા થઈ ગયો છે, જેના કારણે કરોબારીઓ સરકારને મિલો શરૂ કરવા માંગ કરી રહ્યા છે. આ દરમિયાન જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય બનાવી રાખવા માટે સરકારે તમામ ચીજોના ટ્રાન્સપોર્ટેશન લીલી ઝંડી આપી છે.


એમા ફળો, દૂધ, શાકભાજી, ડાયપર જેવી બધી આઈટમ્સ શામિલ છે. એના માટે કેન્દ્ર સરકારે બધા રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. પણ સરકાર પાસે જરૂરી ચીજોનો 3 સપ્તાહનો સ્ટૉક છે. હવે અડધા કર્મચારીઓને કામ કરવાની છૂટ મળશે. રેલ્વેએ પણ સામાન પહોંચાડવા માટે 20 પાર્સલ ટ્રેનો ચલાવી છે.