બજાર » સમાચાર » બજાર

જમ્મુ-કાશ્મીરના મામલે UNSCમાં ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 16, 2019 પર 18:32  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે જમ્મુ-કાશ્મીરના મામલે UNSCમાં ચર્ચા થશે. પાકિસ્તાનની માંગ બાદ ચીને UNSCની બેઠક બોલવવાની માંગ કરી. આ બાદ નિર્ણય કરાયો કે આ મુદ્દે વાતચીત કરવામાં આવશે. પરંતુ વાતચીતથી પાકિસ્તાન અને ભારતને બહાર રાખવામાં આવશે. સાથે જ સંપુર્ણ મિટીંગ એક બંધ રૂમમાં થશે. જોકે રશિયા પહેલા જ આ મુદ્દાને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો બતાવી ચુક્યું છે.


UNSCના હાલનો અધ્યક્ષ દેશ પોલેન્ડ છે. યુરોપિયન યુનિયને પણ જણાવી દીધું છે કે આ મુદ્દાના ભારત અને પાકિસ્તાને વાતચીત કરીને પતાવવો જોઇએ. પરંતુ ચીને ચાલાકી કરીને આ મુદ્દાને વધુ મોટો બનાવી દીધો છે. જોકે ભારતે પહેલા જ જણાવી દીધુ છેકે જમ્મુ-કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને કલમ 370ને નાબુદ કરવીએ ભારતની આંતરિક બાબત છે.