બજાર » સમાચાર » બજાર

GSTના દર વધારવા પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 13:20  |  સ્ત્રોત : CNBC-Bajar

બીજી તરફ જીએસટીના દરો વધી શકે છે એવી ચર્ચા હાલ ચાલી રહી છે. આ અંગે નેટવર્કે કાંસાઈ નેરોલેકના વીસી અને એમડી બરૂખા સાથે વાત કરી હતી સાથે જ ડિલોઈટના એમડી માની સાથે પણ વાત કરી હતી. જીએસટીના દરો વધારવા અંગે બન્નેએ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

એચ.એમ.બરુખાએ કહ્યુ કે બિઝનેસને ધ્યાનમાં રાખીએ તો અત્યારે GSTના દર વધારવા સમય યોગ્ય નથી. GSTના દરો વધશે તો મંદી પણ વધશે. GST આવ્યું ત્યારે કંપનીને 25% YoY ગ્રોથની આશા હતી. GSTના કેલક્શન ઘટવામાં મંદીની અસર ઘણી ઓછી થઈ છે.


GDP ગ્રોથ જોઈએ એવો વધારો આવ્યો નથી, કરચોરી મોટો ઈશ્યુ છે. મોટે પાયે થતી કરચોરીમાં ઘટાડો આવવો જોઈએ. કરચોરી ન ઉકેલાય ત્યાં સુધી દરો વધારવાથી ફાયદો નહીં થાય. નિકાસમાં વધારો નથી થયો, જેથી કરચોરી મોટી નહીં હોય. કમ્પોઝિટને રિવ્યુ કરીને તેનો ટેક્સ વધારવાની જરૂર છે.

એમએસ માનીના મતે ઈનવોઈસ મેચિંગ GST ચોરીને ઘટાડશે. કારનું વેચાણ ઘટ્યું છે જેના કારણે સેશની આવક ઘટી છે. સર્વિસ સેક્ટરમાં ટેક્સમાં મોટી ચોરી કરવામા નથી આવી.