બજાર » સમાચાર » બજાર

CNBC-BAJAR EXCLUSIVE: BPCL અને એર ઈન્ડિયાનું વિનિવેશ છેલ્લાં તબક્કામાં

ના રોજ પ્રકાશિત Fri, 26, 2021 પર 08:53  |  સ્ત્રોત : CNBC-Bajar

BPCL અને એર ઈન્ડિયાનું વિનિવેશ છેલ્લાં તબક્કામાં છે. કાલે વિનિવેશ પર થયેલા વેબિનારમાં DIPAMએ પ્રેઝન્ટેશન આપ્યું. CNBC-બજારને મળેલી એક્સક્લુઝીવ જાણકારી પ્રમાણે આવનારા વર્ષમાં IOCL, GAIL અને HPCLની પાઈપાલાઈનના મોનેટાઈઝનથી 17 હજાર કરોડ ભેગા કરવાનું લક્ષ્ય છે.

વિનિવેશને લઈને DIPAM થી મોટા સમાચાર છે. BPCL, SAIL અને ભદ્રાવતી પ્લાન્ટનું વિનિવેશ છેલ્લાં તબક્કામાં છે. પવન હંસનું પણ વિનિવેશ છેલ્લાં તબક્કામાં છે. વેબિનારમાં DIPAM એ રજૂ કર્યા 22 પ્રેઝન્ટેશન. IDBI અને NINL નું વિનિવેશ પાઈપલાઈનમાં છે.

MTNL, BEML, HMT જેવી કંપનીઓની મિલકતની ઓળખ થશે. ₹2000 કરોડથી વધુના નોન કોર અસેટની ઓળખ છે. પાવર ગ્રિડના 1.68Lk CKMના ટ્રાન્સમિશન નેટવર્કની ઓળખ છે. GAILની 2000 km પાઈપલાઈનની ઓળખ છે. HPCLની 360 kmની પાઈપલાઈનની ઓળખ છે.


આવનારા નાણાંકીય વર્ષમાં ₹17000 કરોડ ભેગા કરવાનું લક્ષ્ય છે. આવનારા નાણાંકીય વર્ષમાં પોર્ટ, શિપિંગ અને વોટર વૅનું ખાનગીકરણ છે. આવતા વર્ષે 15 પ્રોજેક્ટ મોનેટાઈઝશનની લાઈનમાં છે. 2024 સુધી પોર્ટ, શિપિંહગ અને વોટર વૅ મોનેટાઈઝ થશે.