બજાર » સમાચાર » બજાર

ટ્રમ્પ-મોદીના આગમન પર અમદાવાદમાં દિવાળી

ના રોજ પ્રકાશિત Sat, 22, 2020 પર 10:27  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદ શહેરના રાજ માર્ગો પર દિવાળી જેવો માહોલ લાગી રહ્યો છે. કારણ કે વિશ્વના બે શક્તિ શાળી નેતાઓ અમદાવાદના મહેમાન બનવા જઇ રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ એક દિવસની ટુંક મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.


જે રસ્તા પર ટ્રમ્પ અને મોદી રોડ શો કરશે. તે રસ્તાઓ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા છે. રાત્રી સમય દરમિયાન લાઇટીંગથી આ રાજ માર્ગોની ખુબસુરતીમાં બમણો વધારો થઇ રહ્યો છે. એએમસી લાઇટ વિભાગ દ્વારા રોડ શોની આસપાસ તેમજ ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયની આસપાસ કલરફુલ લાઇટીંગ કરવામાં આવી છે. સ્ટેડિયમની આસપાસ 100 લાઇટના પોલ ઉભા કરાયા છે.


એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમથી મોટેરા સ્ટેડિયમના રસ્તાઓના નિયત અંતરે કલર ફુલ લાઇટીંગ કરવામાં આવી. એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ, શાંતિ સ્કૂલથી મોટેરા ગેઇટ, તપોવનથી વિસત, વિસતથી જનપથ, જનપથથી મોટેરા, કેના બંગ્લોઝથી મોટેરા અને એન્જીનીયરીંગ કોલેજ, આર ટી ઓ સર્કલથી ગાંધી આશ્રમ કલરફુલ લાઇટ કરાઇ છે.


અમદાવાદમાં 24મી તારીખે ટ્રમ્પ આવવના છે. આ સમયે અમદાવાદના વિવિધ રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે, જ્યારે તેની સામે વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં જનપથ, કોટેશ્વર, દેવર્ષ ફ્લેટ, એસપી રિંગ રોડ બંધ રાખવામાં આવશે. એપોલો સર્કલથી કપવોન સર્કલ અને રિંગ રોડ ખુલ્લો રાખવામાં આવશે.


આ સાથે જ ઈન્દિરા બ્રિજથી એરપોર્ટ સુધીનો માર્ગ બંધ રહેશે અને શાહિબાગ ડફનાળાથી એરપોર્ટ સર્કલનો માર્ગ બંધ રહેશે પરંતુ ત્યાંથી જ ઘેવર સર્કલ તરફનો માર્ગ ચાલુ રહેશે. આ સાથે જ ગેલેક્ષી, નરોડા પાટીયા રિંગ રોડનો રસ્તો પણ ચાલુ રાખવામાં આવ્યો છે.