બજાર » સમાચાર » બજાર

દિગ્ગજોના મતે દિવાળીમાં રોકાણની રણનીતિ

ના રોજ પ્રકાશિત Fri, 25, 2019 પર 13:06  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણની રણનીતિની જાણકારી લઇએ સીઆરઈએસટી કેપિટલના મેનેજીંગ પાર્ટનર વિક્રમ કોટક, કોટક ઇન્સ્ટીટયુશનલના ઈડી અને હેડ ઓફ સેલ્સ સંદીપ ભાટીયા અને કોટક એએમસીના એમડી અને સીઈઓ, નિલેશ શાહની પાસેથી.


નિલેશ શાહનું કહેવુ છે કે 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી માટેનો રોડ તૈયાર છે. ચીન માંથી બહાર નીકળતા ઉત્પાદન ક્ષેત્ર માટે ભારત બીજા નંબરનું ડેસ્ટિનેશન છે. મે 2019 પછી સિસ્ટમમાં લિક્વિડિટી પોઝિટવ થઈ છે. રિયલ અને નોમિનલ વ્યાજના દર નીચે આવ્યા છે. ટ્રાન્સિમશન ઓફ ક્રેડિટ અંગે નિર્ણય લેવાયો છે, તે અમલમાં આવશે. આવનારા ત્રિમાસિકમાં GDPમાં ક્રમશઃ વધારો થશે. સ્મોલ અને મિડકેપમાં ઓવરવેઈટ કરવાનો સમય છે.


નિલેશ શાહનું કહેવુ છે કેસ્મોલ અને મિડકેપમાં કિંમતો આકર્ષક થઈ છે. PSU બેન્ક અને NBFCને ઈક્વિટી કેપિટલ મળે તે હકારાત્મક છે. સરકારે એર ઈન્ડિયા સિવાયની કંપનીમાં વિનિવેશની વાત કરી છે. ભારતમાં ગ્રોથ માટે વિદેશી રોકાણની પણ એટલી જરૂર છે. FPIની વેચવાલીનું એક કારણ MSCI ઈન્ડેક્સમાં ભારતનું ઘટતું ભારણ પણ હતું.


નિલેશ શાહનું કહેવુ છે કેભારણ ઘટવાને કારણે FIIsના રોકાણ પર અસર પડી છે. ટ્રમ્પે અમેરિકાની સેવિંગ્સને ચીનમાં જવા અંગે વિરોધ કર્યો હતો. FPIના KYCમાં હજુ પણ તકલીફ છે. ઘણી કંપનીઓ પોતાન જ બિઝનેસને ઇનોવેશન દ્વારા ડિસરપ્ટ કરે છે. આવી કંપનીઓમાં રોકાણ આવનારા સમયમાં ફાયદો કરાવશે. બોટમઅપ સ્ટોક ખરીદો, જેનું મેનેજમેન્ટ સારું છે. સ્મોલકેપ અને મિડકેપમાં સૌથી વધુ રિટર્ન આવશે.


વિક્રમ કોટકનું કહેવું છે કે ગ્રાહકોના વલણમાં સુધારો આવે તો GDP વધી શકે છે. મિડકેપ અને સ્મોલકેપ ઘણાં નીચલા સ્તર પર છે. લાર્જકેપ અને મિડકેપની કિંમતો વચ્ચે ઘણો તફાવત છે. 3 વર્ષ પહેલાની પરિસ્થિતિ કરતા આજે ઘણો સુધારો થયો છે. નવી ઉત્પાદન ક્ષેત્રની કંપની માટે 17 ટકા જેટલો ટેક્સ દુનિયામાં કશે નથી. ભારતને આ અંગેનો ફાયદો FDIમાં થશે. સરકાર સાંભળવા માટે તૈયાર છે તે ઘણી મોટી વાત છે. છેલ્લાં 2-3 વર્ષમાં મિડકેપ અને સ્મોલકેપમાં ઘટાડો આવ્યો છે. આવતા વર્ષે કદાચ અર્નિંગ્સ ગ્રોથ ઊંચો આવે છે.


વિક્રમ કોટકની રોકાણની સલાહ-


પ્રાઈવેટ સેક્ટર બેન્ક, સિમેન્ટ સેક્ટર, હેલ્થકેર સેક્ટર, MF અને ઈન્શ્યોરન્સ સેક્ટર.


ઓનલાઈન સર્વિસ સાથે જોડાયેલા સેક્ટરમાં રોકાણ કરી શકાય છે. ઓનલાઈન સર્વિસથી કોને ફાયદો થઈ રહ્યો છે તે જુઓ. લાર્જકેપ કરતા મિડકેપમાં બેથી ત્રણ ગણું વળતર મળી શકે છે.


સંદીપ ભાટિયાનું કહેવુ છે કે હોળીની આસપાસ સ્લોડાઉનની અસર ઓછી થશે. NBFC અને રિયલ એસ્ટેટની સમસ્યાનો ઉકેલ આવે તો વિશ્વાસ પાછો આવશે. ટૂંકા ગાળામાં માર્કેટમાં અર્નિંગ્સમાં રિવાઈવલ નહીં આવે. GDP હવે 5 ટકા કરતા નીચે નહીં જાય, તેવો માર્કેટમાં વિશ્વાસ છે. સાચું બુલ રન માર્કેટમાં હોળી પછી આવશે. મિડકેપમાં વધારા માટે અર્નિંગ્સ ગ્રોથ અને વૈશ્વિક સ્થિરતાની જરૂર છે. સારી ગુણવત્તાવાળા લાર્જકેપ જેમાં કિંમતો ઘટી છે તેમાં રોકાણ કરવું છે. L&T જેવી કંપનીના ઓપરેટિંગ પેરામિટર સુધરી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 15 ટકા ગ્રોથ આવી શકે છે.