બજાર » સમાચાર » બજાર

આજે જાહેર થઈ શકે છે વિધાનસભાની ચૂંટણીની તારીખો

ના રોજ પ્રકાશિત Thu, 12, 2017 પર 14:32  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના સૌથી મોટા સમાચાર છે કે આજે સાંજે 4 વાગ્યે ચૂંટણી પંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. ગુજરાતમાં ચૂંટણી ડિસેમ્બરના પહેલા અથવા બીજા સપ્તાહમાં જાહેર થઇ શકે છે જ્યારે ચૂંટણી બે તબક્કામાં થઇ શકે. જોકે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી આવતા મહિને થઇ શકે છે.

ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની શક્યતા વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, અમે ચૂંટણી માટે તૈયાર છીએ. ગુજરાતમાં ભાજપનો માહોલ છે. તો ચૂંટણીઓની જાહેરાતની શક્યતાઓ અંગેના સવાલના જવાબમાં નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે ભાજપ ચૂંટણીઓ માટે તૈયાર છે. અને ગમે તે સમયે પ્રજાની વચ્ચે જવા તત્પર છે. ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચત હોવાનો વિશ્વાસ નીતિન પટેલે વ્યક્ત કર્યો.