બજાર » સમાચાર » બજાર

ઇલેક્ટ્રૉનિક મેન્યુફેક્ચરિંગ સબ્સિડી સ્કીમ આજથી શરૂ, સરકારે કંપનીઓથી મંગાવી અરજી

ના રોજ પ્રકાશિત Tue, 02, 2020 પર 16:59  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરીંગને વધારો આપવા માટે કંપનીઓને સબ્સિડી આપવાની શરૂઆત થઈ ગઇ છે. સરકારે આજથી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવાની શરૂઆત કરી છે.


સરકારે એપ્રિલમાં ભારતમાં મેન્યુફેક્ચરીંગ શરૂ કરનારી કંપનીઓને સબ્સિડી આપવા માટે 48 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ નવી સ્કીમ શરૂ કરી હતી. સાથે જ ભારતે એપ્પલ જેવી કંપનીઓ ભારતમાં મેન્યુફેક્ચરીંગ શરૂ કરવા માટે પ્લાન્ટ ઇવેલ્યૂએશનની શર્ત પણ દૂર કરી દીધી છે.


ચીન કરતા ભારતને મેન્યુફેક્ચરીંગ માટે વધુ સારું બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે, જેના માટે સરકારે સબ્સિડીવાળી કંપનીઓની અરજી પણ મંગાવી છે. આનોથા મોબાઇલ, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરીંગ કંપનિયોને ફાયદો થશે.


બતાવી દઇએ કે સરકારે પ્લાન્ટ ઇવેલ્યુએશન ક્લૉઝ પણ દૂર કરી દીધી છે, ત્યારબાદ એપ્પલ જેવી કંપનીઓ ભારતમાં પ્લાન્ટ લગાવાનો સરળ બનશે. એપ્પલના પાર્ટનર કંપનીઓ ભારતમાં પ્લાન્ટ લગાવી શકે છે. સબ્સિડી આપવાની સ્કીમ આગામી 5 વર્ષ માટે રહેશે. એના થી 8 લાખ લોકોને રોજગારી મળે તેવી અપેક્ષા છે.