બજાર » સમાચાર » બજાર

અનુમાનથી ઓછુ રહ્યું ટ્રેક્ટરનું વેચાણ: પવન ગોયનકા

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 13:06  |  સ્ત્રોત : CNBC-Bajar

ઑટો સેક્ટરમાં મંદીનો માહોલ યથાવત. મંદીના કારણે કંપનીઓએ પોતાના વાર્ષિક વેચાણ ગાઇડેન્સને નીચેની તરફ દર્શાવું પડી શકે છે. ત્યારે નેટવર્ક સાથેની ખાસ વાતચીતમાં મહિન્દ્રા અને મહિન્દ્રાના એમડી પવન ગોયન્કાએ જણાવ્યું છે કે ટ્રેક્ટરનું વેચાણ અનુમાન કરતા ઓછું છે. તેમજ આ પહેલાના અનુમાનને 5 ટકાથી નીચે પણ ઘટડવામાં આવી શકે છે.


2001થી પેસેન્જર વાહનો માટે આ સૌથી ખરાબ ત્રિમાસિક છે. 2001ની જેમ ઝડપી રિકવરીની આશા છે. ઘટાડાને પહોંચી વળવા ઇન્ડસ્ટ્રીમાં પુનઃપ્રાપ્તિ માટે સ્થિતિસ્થાપકતા છે. માગમાં ઘટાડાને રોકવા સરકારે BS-6ને GST ફ્રી રાખવી જોઈએ.


માંગ ઘટાડવા માટે સરકારે BS -6ના ફુગાવા ખર્ચને GSTમાંથી બાદ કરવો જોઈએ. જુલાઈ મહિનામાં થોડા દિવસ માટે ઉત્પાદન બંધ થઈ શકે છે. આ વર્ષની શરૂઆતમાં 5% ટ્રેક્ટર ગ્રોથનું અનુમાન હતું.