બજાર » સમાચાર » બજાર

PMC બેંક ખાતેદાર નું મુંબઇ માં પ્રદર્શન

ના રોજ પ્રકાશિત Sat, 19, 2019 પર 17:50  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્રમાં PMC બેન્કના ખાતેદારોએ આજે મુંબઇમાં પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં મુંબઇમાં એશિયાટિક લાઇબ્રેરી પાસે ખાતેદારોએ વિરોધ પ્રદર્શન કર્યું. ખાતેદારોએ પોસ્ટરની સાથે સરકાર તથા RBIના વિરોધમાં નારેબાજી કરી. લોકોએ PMC બેન્કના મૃત્યુ પામેલા ખાતેદારોની મોત પર નારાજગી દર્શાવી અને પુછ્યું કે સરકાર હજુ કેટલા લોકોના જીવ લેશે. લોકોનો આરોપ છે કે તેઓ બેન્કમાં જમા કરાવેલી પોતાની મહેનતની રકમ ઉપાડી શકતા નથી. તો આ વિરોધ પ્રદર્શનમાં સરકાર અને RBIથી થાકી ગયેલા લોકોએ આત્મહત્યા કરવાની પણ ધમકી આપી દીધી.