બજાર » સમાચાર » બજાર

તહેવારની સીઝનમાં ઑટોમાં વેચાણ વધે તેવી આશા: આર સી ભાર્ગવ

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 13:23  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણામંત્રીની જાહેરાત બાદ બજારમાં તેજી આવી. મારૂતી સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે નેટવર્ક સાથે ચર્ચા કરી હતી જેમાં તેમણે ઑટો ક્ષેત્રના આઉટલુકને લઇને પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ આવનાર સમયમાં રિટેલ વેચાણમાં પણ સારો વધારો આવે તેવી આશા વ્યક્ત કરી હતી. ટેક્સ બચતથી કિંમતામાં ઘટાડો નહી. ટેક્સ બચતથી કિંમતોમાં વધુ ઘટાડાની અપેક્ષા નથી. ઑટો કંપનીઓ યોગ્ય પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપી જ રહી છે. ટેક્સમાં બચતમાં ટેક્સ ચૂકવણીનો 1/5 ભાગ હશે.


ભારતમાં રોકાણ વધશે. ટેક્સમાં ઘટાડાથી ભારતમાં વધુ રોકાણ આવશે. કોર્પોરેટ ટેક્સમાં કાપથી કિંમતોમાં કઇ ખાસ ઘટાડો નહી આવે. તહેવારોમાં વેચાણ વધે. તહેવારની સીઝનમાં ઑટોમાં વેચાણ વધે તેવી આશા છે. રિટેલ વેચાણમાં સપ્ટેમ્બરમાં અચાનક વધારો જોવા મળ્યો. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં સારા રિટેલ વેચાણની અપેક્ષા છે.