બજાર » સમાચાર » બજાર

ક્વાર્ટર 1 ના પરિણામોથી બજારને અપેક્ષા

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્વાર્ટર 1 ના પરિણામોથી શું અપેક્ષા રાખી શકો છો કેવી રીતના ટર્ન આઉટ થતા જોવા મળશે. આગળ શું ફાયદો થાશે. આગળ જાણકારી લઇએ ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ અને એચડીએફસી સિક્યોરિટીઝના હેડ ઓફ એડવાઈઝરી દેવર્ષ વકીલ પાસેથી.


આઈટી સેક્ટર-


ડીલ વધુ મળી હોવાથી આવક વધશે. પગાર, વિઝા ખર્ચથી માર્જિન પર દબાણ છે. મજબૂત રૂપિયાથી માર્જિન પર દબાણ સંભવ છે.


બીએફએસઆઈ સેક્ટર-


બેન્કો માટે સ્થિર ત્રિમાસિક રહેવાની આશા છે. સ્લીપેજીસમાં ઘટાડો અને એનઆઈએમ સ્થિર રહેવાની આશા છે. એનબીએફસી માટે ત્રિમાસિક નબળા રહી શકે છે.


ઓટો સેક્ટર-


નબળી માગ, દરેક સેગમેન્ટ પર દેખાશે દબાણ છે. ક્વાર્ટર 1 માં પીવી વોલ્યુમ 17 ટકા ઘટ્યું છે. ક્વાર્ટર 1 માં ટુવ્હીલર વોલ્યુમ 9 ટકા ઘટ્યું છે. ક્વાર્ટર 1 માં એમએચસીવી વોલ્યુમ 20 ટકા ઘટ્યું છે.


એફએમસીજી સેક્ટર-


વોલ્યુમ ગ્રોથ આ ત્રિમાસિકમાં નબળો રહેશે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ નબળા રહેશે. સામાન્ય ચૂંટણી, ધીમી ગ્રોથની અસર દેખાશે.


ફાર્મા સેક્ટર-


નવા લોન્ચીસ થી USમાં 19-21 ટકા ગ્રોથની આશા છે.


મેટલ એન્ડ માઈનિગં સેક્ટર-


માઈનિંગ કંપનીઓથી સારા પરિણામની અસર છે. મેટલ કંપનીઓના પરિણામ નબળા રહી શકે છે.


કેપિટલ ગુડ્ઝ સેક્ટર-


ચૂંટણીને કારણે પરિણામ નબળા રહી શકે છે.