બજાર » સમાચાર » બજાર

માર્કેટ પર નિષ્ણાંતનો મત

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 10:29  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારમાં સારી તેજી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. નિફ્ટી 11500 ની પાર નિકળી ગયા છે જ્યારે સેન્સેક્સમાં 921 અંકોની મજબૂતી આવી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આપણા નિષ્ણાંતો પાસેથી.


મારવાડી શેર્સ & ફાઇનાન્સના એમડી કેતન મારવાડીનું કહેવુ છે કે સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સ કાપનો સારો નિર્ણય છે. માર્કેટ હજુ 10% જેટલું વધી શકે છે. શુક્રવારના ઉછાળામાં રૂપિયા 7 લાખ કરોડનું માર્કેટ કેપ વધ્યું. કંપનીની આવકમાં રેટ કટની અસર 1 એપ્રિલ 2020થી જોવા મળે તેવી ધારણા છે. સારી એનબીએફસીએસને નાણા છૂટા કરવાનું બેન્કોને કહેવામાં આવ્યું છે.

કોટક મહિન્દ્રા એએમસીના એમડી એન્ડ સીઈઓ નિલેશ શાહના મતે શુક્રવારે રીએક્શનથી પ્રતિત થાય છે કે માર્કેટે રેટ કટને વધાવ્યું છે. રેટ કટથી રોકાણ વધશે, કંપનીની આવક વધશે. માર્કેટ ફંડ, ફ્લૉ અને સેન્ટિમેન્ટ્સથી ચાલે છે. રેટ કટથી બધા આપણે ત્યાં આવી જશે તેવું નથી, હજુ ઘણા સુધારાની જરૂર છે. ચીનનો મેન્યુફેક્ચરીંગ બેઝ ભારત લાવવા માટે સરકારે જમીન અધિગ્રહણમાં મોટા ફેરફાર કરવા પડશે. GSTમાં થનારા ફેરફાર કંપની સંબંધિત રહેશે. જુલાઈ-ઓગસ્ટના આંકડા નિરાશાજનક રહ્યા હતા.

મેક્સલાઇફ ઇન્શ્યોરન્સના સીઆઈઓ મિહીર વોરાના મુજબ આવનારા 2-4 વર્ષમાં ભારતમાં એફઆઈઆઈએસ રોકાણ અનુમાનથી વધુ આવશે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ રોકાણ પણ વધશે. ટૂંકાગાળામાં કંઇ ખાસ ફાયદો નથી, પરતું લાંબાગાળે ઘણો ફાયદો છે. સરકારના આ નિર્ણયથી કોર્પોરેટ્સમાં અર્નિંગ ગ્રોથ જોવા મળશે. રેટ કટને ઐતિહાસિક પગલુ ગણાવી શકાય. પ્રાઇવેટ સેક્ટર્સ બેન્કને પણ ઘણો ફાયદો થશે. નવી કંપનીઓ પર 15%ના ટેક્સથી ઘણો ઉપયોગી નીવડશે.