બજાર » સમાચાર » બજાર

આતંકી હુમલાના ષડયંત્રનો ખુલાસો

ના રોજ પ્રકાશિત Sat, 25, 2020 પર 12:48  |  સ્ત્રોત : CNBC-Bajar

સેનાના કેમ્પો પર આતંકી હુમલાના ષડયંત્રનો ખુલાસો થયો છે. સૂરક્ષા એજન્સિઓએ 26 જાન્યુઆરી પર જમ્મુ-કાશ્મીર અને પઠાનકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સેનાના કેમ્પો પર એલર્ટ જાહેર કર્યું છે. સૂરક્ષા એજન્સિઓના હાથે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરનો ઓડિયો પણ લાગ્યો છે. જેમાં સેનાના કેમ્પો પર હુમલાની વાત સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરે જમ્મુની આસપાસ અને ડોડામાં સક્રિય હિજ્બુલ મુજાહિદ્દીનના આતંકીઓની સાથે વાતચીત કરી છે.