બજાર » સમાચાર » બજાર

રોક-ટોક વિના વિદેશી જહાજોને છૂટ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 19:07  |  સ્ત્રોત : CNBC-Bajar

શિપિંગ અને પોર્ટ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સરકાર વિદેશી જહાજોને કોઈ રોક-ટોક વિના ભારતીય પોર્ટના ઉપયોગ માટે છૂટ આપી શકે છે. સીએનબીસી બજારને મળેલી એક્સલુઝિવ જાણકારી મુજબ ઉદ્યોગ મંત્રાલય અને શિપિંગ મંત્રાલય વચ્ચે પ્રસ્તાવ પર ચર્ચા થઈ ચુકી છે. અને જલ્દી જ આદેશ જાહેર કરવામાં આવી શકે છે.


ભારતીય સીમામાં વિદેશી જહાજોને આવવા માટે મળશે છૂટ છે. લોજીસ્ટીક ખર્ચ ઘટાડવાનો સરકારનો ઉદેશ છે. શિપિંગ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળવાની આશા છે. પોર્ટ સુધી કાર્ગો ટ્રાન્સપોટેશન કરવાનું સરળ થશે. અત્યારે વિદેશી જહાજો માટે સરકારના કાયદા કડક છે. હાલમાં વિદેશના મુકાબલે ભારતીય જહાજોને પ્રાથમિકતા છે. શિપીંગ મંત્રાલય અને વાણિજય મંત્રાલય વચ્ચે ચર્ચા કરી છે. આ પ્રસ્તાવ પર જલ્દી થશે નિર્ણય છે.