બજાર » સમાચાર » બજાર

ખેડૂતોના પાક નુકસાનનો સર્વે શરૂ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 16:11  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં અતિ ભારે વરસાદમાં ખેતીને નુકસાન થયું છે. હવે ચોમાસૂ વિદાય લેવાની તૈયારીમાં છે. અને તેથી સરકારે ખેતી નુકસાનનો સર્વે શરૂ કર્યો છે. ખાસ કરીને 30 ટકાથી વધુ પાક નુકસાન થયું હશે તેવા ખેડૂતને વીમો અપાશે.


ધંધૂકા, ધોલેરામાં પાક નુકસાની સર્વે. ભારે વરસાદમાં થયું પાકને નુકસાન. 12 ટીમ સર્વે કરી મોકલશે જિલ્લા કક્ષાએ રિપોર્ટ. 30 ટકાથી વધુ નુકસાન થયેલા ખેડૂતને મળશે વીમો.


ચારેકોર પાણી જ પાણી. આ દ્રશ્યો અમદાવાદ જિલ્લાના છે. ભારે વરસાદથી અમદાવાદ જિલ્લામાં ખેતીને ખુબ નુકસાન થયું છે. ચાલુ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમાં 141 ટકા વરસાદ નોંધાયો છે. એટલે કે, સરેરાશ કરતા 41 ટકા વધુ વરસાદ થયો છે. ખેતીને નુકસાન થતા જગતના તાત નિરાશ થયો છે.


અને તેથી વળતરની માગ કરી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદના ધંધૂકા અને ધોળકામાંથી ખેડૂતોની વધુ ફરિયાદો આવી છે. આ બંને વિસ્તારો નિચાણવાળા છે. અને તાત્કાલિક પાણીનો નિકાલ થતો નથી. રજૂઆતોને ધ્યાને લઈને હાલ 12 ટીમોથી સર્વે શરૂ કરાયો છે.


અમદાવાદ જિલ્લાના 2600 હેકટરમાં સર્વે. માંડલ, વિરમગામમાં બાગાયતી પાકને નુકસાન. દાડમના પાકને પણ ભારે નુકસાન. બાગાયતી પાક નુકસાનનો પણ સર્વે. વિરમગામ નજીક 100 એકરમાં નુકસાનની રજૂઆત.


નિયમ પ્રમાણે 30 ટકાથી વધુ નુકસાન હોય તો વીમા કંપની વળતર આપે છે. જો કે, વીરમગામ, માંડલના ખેડૂતોના મતે બાગાયતી પાકને પણ નુકસાન થયું છે. અને તે વરસાદને કારણે નહીં પણ ભારે પવનને કારણે થયુ છે. ખેડૂત આગેવાનું એમ પણ કહેવુ છેકે, દુષ્કાળ વખતે જે હેક્ટર દીઠ વળતર ચુકવાયું હતુ તે ઓછું હતું. અને તેથી ધારાસભ્યોના પગાર વધારાના માપદંડને ધ્યાને લઈને ખેડૂતોને ન્યા આપવો જોઈએ.


25 ટકા કરતા વધારે વરસાદ હોય તો અતિવૃષ્ટી. 25 ટકા કરતા ઓછો વરસાદ હોય તો મધ્યમ દુષ્કાળ અને 50 ટકાથી પણ ઓછો વરસાદ હોય તો સંપૂર્ણ દુષ્કાળ જાહેર કરાય છે. તેમ 25 ટકા કરતા વધારે નુકસાન થયેલુ હોય તો વીમા કંપની વળતર આપવા માટે બંધાયેલી છે. હાલ 30 ટકાથી વધુ નુકસાનીવાળા ખેડૂતોને જ વીમાનો નિયમ છે. સવાલ એ છેકે, જેમણે વીમો લીધો છે અને 30 ટકાથી ઓછું નુકસાન હશે તેમને શું સહાય મળશે.


તો ધંધુકાના ફેદરા ગામથી નેટવર્કના સંવાદદાતા વિભુ પટેલે ખેડૂતોની સ્થિતિ પર એક રિપોર્ટ આપ્યો હતો.