બજાર » સમાચાર » બજાર

નુકસાન સામે ખેડૂતોનો જોખમી વિરોધ

ના રોજ પ્રકાશિત Fri, 22, 2019 પર 16:45  |  સ્ત્રોત : CNBC-Bajar

ચોતરફ મુશ્કેલીમાં ફસાયેલો ખેડૂત હવે જોખમી વિરોધ તરફ વળ્યો છે. જેતપુરમાં એક ખેડૂતે પાક નિષ્ફળ ગયા બાદ ખેતરમાં સમાધિ લઇને કર્યો અનોખો વિરોધ.


કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતાં કેટલી હદે કંટાળી ગયા હશે ખેડૂતો, એ આ દ્રશ્યો જોઇને જ ખબર પડી જાય. મહામહેનતે પકવેલો પાક વેરણ-છેરણ થઇ જતાં જેતપુરના એક ખેડૂતે ખેતરમાં લીધી સમાધી. ઉભો પાક પાયમાલ થઇ ગયો. અને અધુરામાં પુરુ પાક વીમો ન મળ્યો. આખરે મજબૂર બનેલા ખેડૂતે ખેતરમાં સમાધિ લઇને નોંધાવ્યો અનોખો વિરોધ.


ધોવાઇ ગયેલા પાક મુદ્દે ધોરાજી તાલુકાના ખેડૂતોએ પાક વિમા માટે આવેદનપત્ર આપ્યું હતું. તેમ છતાં ખેડૂતોને કોઇ રાહત મળી નથી. ધોરાજીમાં ખેડૂતોએ સોયાબીનનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોકમી વરસાદને કારણે પાકનું પતન થઇ ગયું. અને ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો. વારંવાર રજૂઆત છતાં પાક વિમા મુદ્દે કોઇ જવાબ ન મળતા ખેડૂતો આવા જોખમી વિરોધ કરવા મજબૂર બન્યા છે.


રોજીરોટી આપતી જમીન પર ખુદ ખેડૂતને સમાધિથી વિરોધ કરવો પડે એ દ્રશ્યો જ કહી આપે છે કે જગતનો તાત કેટલી હદે મુશ્કેલીમાં હશે.