બજાર » સમાચાર » બજાર

ખેડૂતોને નથી મળી વળતરની રકમ

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 12:31  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં આ વખતે અતિવૃષ્ટિ, વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતો પાયમાલ બન્યા છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને ફરીથી બેઠા કરવા માટે સહાયની જાહેરાત તો કરી છે. પરંતુ તેના માટે ફોર્મની ભરવાની પ્રક્રિયાને લઈને ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. ફોર્મ ભરવા માટે ખેડૂતો કતારમાં ઉભા છે. સરકારની ફોર્મ ભરવાની પ્રક્રિયાથી ખેડૂતો પરેશાન છે. તો અનેક વખત સર્વર ઠપ થતા પણ ફોર્મ ભરવાની કામગીરી રોકાઈ જતી હોય છે.