બજાર » સમાચાર » બજાર

ડબ્લ્યૂપીઆઈમાં પણ મોંઘવારી ઘટી, ફેબ્રુઆરીમાં ઘટીને 2.48%

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 12:10  |  સ્ત્રોત : CNBC-Bajar

રિટેલ મોંઘવારીની બાદ હવે ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દરમાં પણ ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર ઘટીને 2.48 ટકા રહી છે. જાન્યુઆરીમાં ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 2.84 ટકા રહ્યો હતો. ખાણી-પીણીની ચીજ વસ્તુઓનો મોંઘવારી દરમાં જોરદાર ઘટાડો જોવાને મળ્યો છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર 1.65 ટકાથી ઘટીને 0.07 ટકા રહ્યો છે.

મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 2.78 ટકા થી વધીને 3.04 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં પ્રાઇમરી આર્ટિકલ્સનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 2.37 ટકાથી ઘટીને 0.79 ટકા રહ્યું છે.

મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં શાકભાજીઓનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 40.77 ટકાથી ઘટીને 15.26 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ઈંધણ અને વીજળીનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 4.08 ટકાથી ઘટીને 3.81 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ગેર-ખાદ્ય પદાર્થોનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર -1.23 ટકાના મુકાબલે -2.66 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ઈંડા, માંસનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 0.37 ટકાથી ઘટીને -0.22 ટકા રહ્યો છે.