બજાર » સમાચાર » બજાર

ચેન્નઈમાં ભીષણ જળ સંકટ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 18:37  |  સ્ત્રોત : CNBC-Bajar

ભીષણ જળ સંકટનો સામનો કરી રહેલા ચેન્નઈના લોકો માટે રાહતના સમાચાર છે. પાણીથી ભરેલી પહેલી ટ્રેન આજે બપોરે ચેન્નઈ પહોંચી હતી. ચેન્નઈને પાણી પહોંચાડવા માટે આજે સવારથી જ ટ્રેન શરૂ કરવામા આવી છે. જે અંતર્ગત આજે પહેલી ટ્રેન વેલ્લોરના જોલારપોટ રેલવે સ્ટેશનથી સવારે ઉપડી હતી. ચેન્નઈના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે ઘોષણા કરી હતી કે, વેલ્લોરથી રેલવે મારફતે પાણી પુરૂ પાડવામા આવશે. ચેન્નઈને અન્ય જીલ્લાઓમાંથી પણ પાણી પહોંચાડવામા આવશે.