બજાર » સમાચાર » બજાર

કોલકાતા હિસાં મામલે ઘમાસાણ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 18:40  |  સ્ત્રોત : CNBC-Bajar

કોલકાતામાં કાલે અમિત શાહના રોડ શો માં થયેલી હિંસા અને વિઘ્યાસાગરની મુર્તિ તોડી નાખવા પર બંગાળમાં રાજનીતિ ગરમાઇ ગઇ છે. ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને સૌથી પહેલા વિડીયો બતાવીને આરોપ લગાવ્યો કે બીજેપી કાર્યકર્તાઓએ વિધ્યાસાગરનો ફોટો ફાડ્યો. આ સાથે જ બ્રાયને આ ઘટનાને બંગાળની સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું.


આના જવાબમાં પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ અમુક ફોટા બતાવ્યા અને સાથે જ સવાલ પણ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કોલેજનો ગેટ બંધ હતો અને વિધ્યાસાગરની મૂર્તી બે રૂમ પછી હતી તો બીજેપી પર મૂર્તી તોડવાનો આરોપ કેવી રીતે લાગી શકે. અમિત શાહેએ આરોપ લગાવ્યો કે વિધ્યાસાગરની મુર્તી જાતે ટીએમસીના કાર્યકર્તાઓએ તોડી છે અને આરોપ બીજેપી કાર્યકર્તાઓ પર લગાવી રહી છે.