બજાર » સમાચાર » બજાર

HT લીડરશીપ સમિટમાં નાણાં મંત્રી

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 14:19  |  સ્ત્રોત : CNBC-Bajar

HT લીડરશપ સમિટમાં આજે નાણાં મંત્રી નિર્મળા સીતારામન પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે અત્યારે અમુક સેક્ટરમાં રિકવરી આવી છે અને ઘણાં સેક્ટરમાં હજુ રિકવરી આવવાની જરૂર છે.


સાથે જ તેમણે જણાવ્યું હતું કે 4.5%નો આંકડો જુલાઈથી સપ્ટેમ્બરનો છે. ત્યાર બાદ અમે ઘણાં રાહત પેકેજની જાહેરાત કરી છે. જેના કારણે આવનારા સમયમાં તેની અસર દેખાશે. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર વધુ રાહત આપવાનો વિચાર કરી રહી છે.

રિયલ એસ્ટેટ સેક્ટરને AIF દ્વારા રકમ આપી. રિયલ એસ્ટેટ માટે સરકારે મોટા પગલા લીધા. દરેક ઘર ખરીદદારોની તકલીફો દૂર કરવા પર ફોકસ છે. બધા પ્રોજેક્ટ્સને પૂરા કરવામાં આવશે.

તો સાથે જ રાજ્ય સરકારને મળનારા વળતર મુદ્દે નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે અમે કોઈ કાયદાનો ભંગ નથી કરી રહ્યા, પરંતુ સેશનું કલેક્શન ઓછું થયું હોવાને કારણે આ વળતર રોક્યું છે.