બજાર » સમાચાર » બજાર

પીએમસી બેન્કના ડિપોઝિટર્સને મળ્યા નાણાં મંત્રી

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 16:11  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઇકાલે પીએમસી બેન્ક ખાતાધારકોનો મુંબઇની જિલા કોર્ટ બહાર વિરોધ પ્રદર્શન બાદ આજે પીએમસી બેન્ક કૌભાંડના વિરોધમાં મુંબઇની નરિમાન પોઇન્ટ સ્થિત ભાજપ ઓફિસ બહાર ભારે વિરોધ કર્યો. ભારે વિરોધ પ્રદર્શન બાદ નાણાં મંત્રી નિર્મળા સીતારામને ખાતાધારકો સાથે બેઠક પણ કરી અને તેમને આશ્વાસન આપ્યું કે આના પર જલ્દીથી કોઇ નિર્ણય લેવામાં આવશે.


નાણાં મંત્રી નિર્મળા સીતારામને કહ્યું કે તે આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસ સાથે વાતચીત કરશે અને તેમને પીએમસી ગ્રાહકોને વધુ પૈસા ઉપાડવાની મંજૂરી આપવાનું કહેશે. પ્રાથમિક તપાસમાં બેન્કનું ટૉપ મેનેજમેન્ટ અમૂક પ્રક્રિયાને બાજૂએ રાખીને ખોટા અકાઉન્ટ થકી HDILને લોન આપી હોવાનું બહાર આવ્યું છે. જોકે બેન્ક ખાતાધારકો નાણાં મંત્રી નિર્મળા સીતારામન મળ્યા બાદ પણ સંતુષ્ટ નથી. તેમણે કહ્યું કે સરકાર અને આરબીઆઈ ઇચ્છે તો તાત્કાલિક બધુ થઇ શકે છે પરંતુ કરવું નથી.